fbpx
Saturday, January 11, 2025

આ નાના બીજ છે ઔષધીય ગુણોનો ભંડાર ! રોજ ખાશો તો આસપાસ પણ નહીં ફરકે બીમારીઓ

ખાન-પાનમાં ઉપયોગમાં લેવાતા ઘણા મસાલા ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે અને તેનો ઉપયોગ બીમારીઓથી રાહત મેળવવા માટે પણ કરવામાં આવી શકે છે. ઘણી ખાવા-પીવાની વસ્તુઓમાં તમે મેથી દાણાનો ઉપયોગ કર્યો હશે પરંતુ શું તમે તેના ગજબના ફાયદા જાણો છો? મેથી દાણામાં પોષક તત્ત્વોનો ભંડાર હોય છે અને તેનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. મેથી દાણાને આખી રાત પાણીમાં પલાળીને તેનું પાણી પીવામાં આવે તો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મળી શકે છે. તેના ફાયદા કમાલના છે.

મેથી દાણાનું રોજ સેવન કરવું પેટની હેલ્થ માટે ફાયદાકારક હોય છે. તેમાં સોલ્યુબલ ફાઇબરની સારી માત્રા હોય છે, જે આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે. મેથી દાણા કબજિયાત, એસિડીટી અને અન્ય પાચન સમસ્યાઓ દૂર કરે છે. તે ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. જો તમે તમારું વજન ઉતારવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો મેથી દાણા તમારા માટે એક સારો વિકલ્પ છે. તેમાં રહેલું ફાઇબર તમને ઓવર ઇટિંગથી બચાવીને કેલરી ઇનટેક ઓછો કરે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે, જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે.

ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, મેથી દાણા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મેથીમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ અને ફાઇબર સુગર લેવલ બેલેન્સ રાખવામાં મદદ કરે છે. સુગરના દર્દીઓએ મેથીનું સેવન જરૂર કરવું જોઈએ. મહિલાઓ માટે મેથી દાણા ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે તે હોર્મોન્સના સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે, જેનાથી પીરિયડ્સની સમસ્યાઓ ઓછી થાય છે. તેનું સેવન કરવાથી પીરિયડ્સ દરમિયાન આવતા ક્રેમ્પ્સ અને દુખાવાથી પણ રાહત મળે છે. મેથી દાણા બ્રેસ્ટ મિલ્ક વધારવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

મેથી દાણાનો ઉપયોગ કરવાથી સ્કિન અને હેરની હેલ્થમાં પણ સુધાર આવી શકે છે. મેથી દાણાની પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવવાથી સ્કિનને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વાળમાં મેથી દાણાની પેસ્ટ લગાવવાથી વાળ મજબૂત થાય છે અને ડેન્ડ્રફની સમસ્યાથી રાહત મળે છે. તે નેચરલી વાળની શાઇન વધારે છે.

મેથી દાણા હાર્ટની હેલ્થ માટે પણ લાભકારક છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ હાર્ટ ડિસીઝના જોખમને ઓછું કરી શકે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles