fbpx
Monday, October 21, 2024

દિવાળી પહેલા આ રાશિના જાતકોને અણધાર્યો ધનલાભ થશે, વિચાર્યું હતું તેના કરતા પણ વધુ મળશે!

વર્ષ 2024માં દીવાળીની તિથી 2 તારીખો પર પડે છે. 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર અને તે પહેલા 20 કે 30 તારીખના રોજ ધનતેરસ પર ભગવાન ધનવંતરી અને કુબેરની પૂજા કરવામાં આવશે. બીજી બાજુ 29 ઓક્ટોબરના રોજ ગ્રહોના રાજકુમાર બુધ પણ રાશિ પરિવર્તન કરશે. બુધના રાશિ પરિવર્તનથી તેમની યુતિ શુક્ર સાથે થશે. જે અનેક રાશિઓ પર સકારાત્મક અસર છોડશે. 

અત્રે જણાવવાનું કે શુક્રએ 13 ઓક્ટોબરના રોજ તુલામાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે 29 ઓક્ટોબરે બુધ પણ વૃશ્ચિકમાં ગોચર કરશે. જેનાથી વૃશ્ચિક રાશિમાં બુધ અને શુક્રની યુતિ બનશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહ દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ અને બુધ ગ્રહ ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપનું પ્રતિનિધિ ગણાય છે. બંને ગ્રહોની યુતિને લક્ષ્મી નારાયણ યોગ  કહે છે. જે ધન સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો કરે છે. બુધ અને શુક્રની યુતિથી બનનારા આ યોગથી દીવાળી પહેલા 3 રાશિવાળા માલામાલ થઈ શકે છે.

વૃષભ 

વૃષભ રાશિવાળા માટે શુક્ર અને બુધની યુતિથી વૃશ્ચિક રાશિમાં બનનારા લક્ષ્મીનારાયણ યોગની અસર ખુબ જ શુભ અને પ્રભાવશાળી રહેશે. એકથી વધુ સ્ત્રોતથી ધન આવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કોઈ નીકટના સંબંધી કે મિત્રની મદદથી તમારા અટકેલા કાર્યો પૂરા થશે. તમારી રૂચિ સામાજિક કાર્યોમાં વધશે અને સમાજમાં પણ તમને ખુબ માન સન્માન મળશે. વેપારીઓનું ક્યાંક ધન અટવાયેલું હશે તો તે મળી શકે છે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે. સ્વાસ્થ્ય સાથ આપશે.

કન્યા 

કન્યા રાશિના જાતકો માટે બુધ અને શુક્રની યુતિ ખુબ જ ફળદાયી રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકોને જબરદસ્ત નફો થવાના યોગ છે. કારોબારી બેઠકોમાં સફળતા મળળે અને નવા ગ્રાહકો જોડાશે. નોકરીયાતોને બોનસ સાથે ભેટ મળી શકે છે, પગારમાં પણ વધારો થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ધનના કારણે આવતા તણાવમાંથી મુક્તિ મળશે. તમારા યોગ્ય પ્રયત્નોથી ભરપૂર ધનલાભના યોગ છે. કૌટુંબિક સંબંધો મજબૂત થશે. કોઈ જૂના રોગથી મુક્તિ મળી શકે છે. 

વૃશ્ચિક 

વૃશ્ચિક રાશિના લોકો માટે સમય અનુકૂળ રહેશે. જો નોકરીમાં કોઈ મુશ્કેલી હશે તો તે દૂર થઈ શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને નવી જોબની ઓફર મળી શકે છે. વિદેશ યાત્રાના પણ યોગ છે. કરિયરમાં નવી તકો મળશે. તમારા કામોની પ્રશંસા થશે અને તમને સન્માન મળી શકે છે. અચાનક ધનલાભના યોગ છે. જૂના કરજને ચૂકવવામાં સફળતા મળશે. નવું રોકાણ કરવા માટે આ સારો સમય છે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles