જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ, સુખ સુવિધા, વૈભવ આપનાર ગ્રહ છે. બધા જ ગ્રહોમાં શુક્ર ગ્રહ સૌથી સુંદર અને શુભ ગ્રહ ગણાય છે. શુક્ર ગ્રહના પ્રભાવથી જ વ્યક્તિના જીવનમાં સુખ, ધન અને ભોગવિલાસ આવે છે. જ્યારે શુક્ર રાશિ પરિવર્તન કરે છે અથવા તો નક્ષત્ર પરિવર્તન કરે છે તો વ્યક્તિના જીવનના આ ક્ષેત્રો પર અસર થાય છે. શુક્રના પરિવર્તનથી અચાનક ધન લાભ થવાના યોગ પણ બને છે.
સુખ અને વૈભવ આપનાર શુક્ર ગ્રહ હાલ અનુરાધા નક્ષત્રમાં બિરાજમાન છે. રવિવાર અને 27 ઓક્ટોબરે શુક્ર જેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી બુધ અને ઇન્દ્ર દેવ છે. બુધ અને ઇન્દ્ર બંનેને શુક્રની જેમ વૈભવ અને ઐશ્વર્ય પ્રિય છે. જેથી આ નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ મોટાભાગની રાશિઓને લાભ કરાવશે. પરંતુ ત્રણ રાશિના લોકો માટે શુક્ર ભાગ્યોદય કરાવનાર સિદ્ધ થશે.
શુક્રનું નક્ષત્ર પરિવર્તન આ રાશિઓને કરાવશે લાભ
વૃષભ
વૃષભ રાશિના લોકો માટે શુક્રનું ગોચર આત્મવિશ્વાસ વધારનાર સાબિત થશે. વેપારમાંથી આવક વધશે. વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. શેર માર્કેટ અને અન્ય રોકાણથી લાભ થવાની સંભાવના. ઉદ્યોગ અને ધંધામાં લાભ થશે. રિલેશનશિપ મજબૂત થશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધોમાં મધુરતા આવશે. લવ લાઈફ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
તુલા
જેઠા નક્ષત્રમાં શુક્રનું ગોચર તુલા રાશીના લોકોની પર્સનાલિટી સુધારશે. આકર્ષણ અને લોકપ્રિયતા વધશે. અન્ય સાથે સંબંધ સારા થશે. વેપારમાં ભાગીદારીથી લાભ થશે. આવક વધશે. નોકરીમાં પદ વધવાની સંભાવના. રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. કલા અને સંગીત ક્ષેત્રે લાભ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મીન
મીન રાશિના લોકોને શુક્રનું ગોચર વધારે ક્રિએટિવ બનાવશે. કલ્પના શક્તિ વધશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના. રોજગારમાં નવી તકો પ્રાપ્ત થશે. વિદેશ વ્યાપારથી લાભ થશે. રિલેશનશિપ અને પારિવારિક જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. લવ લાઇફમાં વિવાહના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)