દિવાળીના દિવસે મોટા ભાગે લોકો માં લક્ષ્મીની અને ગણેશજીની પૂજા કરતા હોય છે. જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મીની તમારા ઘર પર કૃપા રહે તો તમારે આ ઉપાયો જરૂરથી કરવા જોઈએ. જેથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધી રહેશે
દિવાળી દેશમાં લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. આ દિવસે લોકો ગણેશજીની અને લક્ષ્મી માતાની પૂજા કરતા હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મીની તેમના પર કૃપા બની રહે. ત્યારે આજે અમે તમને અમુક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે કારગર સાબિત થશે.
દિવાળીએ ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. જેથી દિવાળી પૂજનમાં 11 કોડી, 21 કમલ ગટ્ટા અને 25 ગ્રામ પીળી સરસવ લક્ષ્મીજીને અર્પણ કરજો. આગલા દિવસે બધી વસ્તુ લાલ કે પીળા કપડામાં બાંધીને તિજોરીમાં જ્યાં રૂપિયા મૂકો છો ત્યાં મૂકી દેજો. જેથી આવું કરવાથી ધન લાભના યોગ બને છે.
આ સિવાય દિવાળીના દિવસે તમે ઘડામાં પાણી ભરીને તેને રસોડા પર કપડાથી ઢાંકીને રાખજો. આવું કરવાથી ઘરમાં બરકત રહેશે.
ઉપરાંત ધનતેરસના દિવસે તમે હળદર અને ચોખા પીસીને તેનાથી ઘરના દરવાજા પર ઓમ લખજો. આવું કરવાથી પણ ઘરમાં માં લક્ષ્મીનો ઘરમાં વાસ રહે છે.
જો તમને નરક ચતુર્દશી એટલે નાની દિવાળીએ હાથી દેખાય તો તમે તેને શેરડીનો રસ કે પછી મીઠાઈ ખવડાવી શકો છો. આવું કરવાથી તમારી બધી સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)