શિયાળામાં આપણી ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે. ત્યારે વિટામિન સીથી ભરપુર મૂળા ઈમ્યુનિટીને મજબુત કરે છે. આજે આપણે જાણીશું કે, મૂળાનું સેવન સ્વાસ્થ માટે કેટલું ફાયદાકારક છે.
શિયાળામાં મૂળાનું સેવન કરે છે. ત્યારે મૂળાના પરોઠા બનાવીને પણ તેનું સેવન કરવામાં આવે છે. જો તમે મૂળાનું સેવન કરશો. તો તમને કેટલીક બિમારીઓમાંથી પણ રાહત મળશે.
તમને જણાવી દઈએ કે, મૂળા ડાયબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. મૂળાના સેવનથી બ્લ્ડ શુગર પણ કંટ્રોલ થઈ શકે છે. પરંતુ હાઈ બ્લડ શુગરના દર્દીઓએ આનું સેવન કરવું જોઈએ નહિ.
શિયાળામાં મૂળાને ડાયટમાં સામેલ કરીને તમે શરદી અને ઉધરસની સમસ્યાથી બચી શકો છો. શિયાળાની ઋતુમાં શરદી અને ખાંસીની સામાન્ય સમસ્યાઓ પૈકીની એક છે.
આર્યુવેદમાં મૂળો એક એવી શાકભાજી છે. જે અનેક બિમારીઓને દુર કરે છે. જેના સેવનથી ઈમ્યુનિટી મજબુત બને છે સાથે શરીર હેલ્ધી પણ રહે છે.
મૂળાનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે. તેમજ ગેસ, એસિડિટીની સમસ્યાથી પણ રાહત મળે છે. મૂળો ખાવાથી તમારી સ્કિન પણ તંદુરસ્ત રહેશે. જો મૂળાનો રસ વાળમાં લગાવવામાં આવે તો વાળમાં ખોળાની સમસ્યા થતી નથી.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)