fbpx
Sunday, November 24, 2024

રસોડામાં આ વસ્તુઓ રાખવાથી ખરાબ થઈ શકે છે આર્થિક સ્થિતિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર – ઓફિસમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ. તેમજ વસ્તુઓ રાખવાની દરેક દિશા અને યોગ્ય સ્થાન દર્શાવવામાં આવ્યુ છે. કઈ વસ્તુનું મહત્ત્વ ક્યાં રાખવું જોઈએ તેનું એક આગવુ મહત્ત્વ છે. વસ્તુઓ સાથે આપણું ભાગ્ય જોડાયેલું છે, જેની અસર આપણા ઘરની આર્થિંક સ્થિતિ પર પણ પડે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવાના કારણે નકારાત્મક અસર જોવા મળે છે.

રસોડામાં દેવી લક્ષ્‍મી અને માતા અન્નપૂર્ણા વાસ કરે છે. તો આજે આપણે જોઈશું કે આપણે આપણા રસોડામાં શું રાખવું જોઈએ.

રસોડામાં ક્યારે પણ તૂટેલા વાસણમાં ન રાખવા જોઈએ. જો કોઈ વ્યક્તિ તૂટેલા વાસણને ખાવા – પીવામાં ઉપયોગ કરે છે. ત્યારે તેના જીવનમાં અડચણો આવે છે.

તમારે તમારા રસોડામાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. તેને ખોટી જગ્યાએ રાખવાથી વ્યક્તિના બનતા કામ બગડી શકે છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી થાય છે.

રસોડામાં પ્લાસ્ટિકના કન્ટેનર પણ ન રાખવા જોઈએ. આ નકારાત્મક ઊર્જાના સ્ત્રોત બની જાય છે. તેના બદલે તમે સ્ટેનલેસ સ્ટીલ, લાકડા અને અન્ય પ્રકારના કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો.

ઘરના રસોડાની અંદર ક્યારેય પણ મંદિરની સ્થાપના ન કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં મંદિર રાખવાથી તેમાં રાખવામાં આવેલી મૂર્તિનું અપમાન થાય છે.

રસોડામાં અરીસો રાખવાથી પણ વાસ્તુ બગડી શકે છે. તેથી તમારે પહેલા વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ કે અરીસો ક્યાં રાખવો જેથી તે નકારાત્મક ઊર્જા ઘટે.

વાસ્તુ અનુસાર રસોડામાં દવાઓ પણ ન રાખવી જોઈએ. તેનું કારણ એ છે કે દવાઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરમાં નકારાત્મકતા પેદા કરી શકે છે. તેમજ પરિવારના સભ્યો બીમાર રહે છે.

વાસ્તુ અનુસાર રસોડામાં દવાઓ પણ ન રાખવી જોઈએ. તેનું કારણ એ છે કે દવાઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરમાં નકારાત્મકતા પેદા કરી શકે છે. તેમજ પરિવારના સભ્યો બીમાર રહે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles