fbpx
Thursday, October 24, 2024

શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે આ ખોરાકને તમારા આહારમાં સામેલ કરો

કેલ્શિયમ એ શરીરમાં જોવા મળતું આવશ્યક ખનિજ છે. તે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેલ્શિયમ સ્નાયુ સંકોચન, લોહી ગંઠાઈ જવા અને નર્વસ સિસ્ટમના કાર્ય માટે પણ જરૂરી છે. તેની ઉણપથી હાડકાની નબળાઈ, ઓસ્ટીયોપોરોસીસ અને સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

તેથી શરીરમાં તેનું યોગ્ય સંતુલન જાળવવા માટે આપણા આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

આ માટે કેલ્શિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેમ કે ડેરી ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજીને રોજિંદા આહારમાં સામેલ કરવા જોઈએ. જાણો આવા જ કેટલાક ખોરાક વિશે, જે શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે.

કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક

દૂધ અને ડેરી ઉત્પાદનો : દૂધ, દહીં, ચીઝ વગેરે કેલ્શિયમના સારા સ્ત્રોત છે. રોજિંદા આહારમાં આનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી થતી.

લીલા પાંદડાવાળા શાકભાજી : લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે કોલાર્ડ, પાલક, કેલ અને બ્રોકોલી કેલ્શિયમ માટે શ્રેષ્ઠ પસંદગી છે. આને આહારનો ભાગ બનાવવાથી શરીરમાં કેલ્શિયમની દૈનિક માત્રા પૂરી કરવામાં મદદ મળશે.

બદામ : બદામમાં પણ કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે. કેલ્શિયમ ઉપરાંત તેમાં ફાઇબર અને વિટામિન ઇ પણ સારી માત્રામાં હોય છે, જે એકંદરે આરોગ્યને સુધારે છે.

તલ : તલના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેને વાનગીઓમાં ઉમેરીને અથવા લાડુ બનાવીને ખાઈ શકો છો.

માછલી : સૅલ્મોન અને સારડીન જેવી માછલીઓ સારી માત્રામાં કેલ્શિયમ પ્રદાન કરે છે.

સોયા ઉત્પાદનો : સોયા ઉત્પાદનો પણ કેલ્શિયમથી સમૃદ્ધ છે, જેમ કે ટોફુ, સોયા દૂધ અને સોયા દહીં વગેરે.

અંજીર : સૂકા અંજીરમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. દરરોજ તેનું સેવન કરવાથી કેલ્શિયમની સાથે અન્ય જરૂરી પોષક તત્ત્વો જેમ કે ફાઈબર, વિટામિન વગેરે મળે છે.

ચિયા સીડ્સ : ચિયા સીડ્સમાં પણ મોટી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. આ સિવાય તેમાં બીજા ઘણા પોષક તત્વો મળી આવે છે.

ફોર્ટિફાઇડ ફૂડ્સ : ફોર્ટિફાઇડ ફૂડ એ એવા ખાદ્ય પદાર્થો છે જેમાં પોષક તત્વો ઉમેરવામાં આવે છે. જેમ કે દૂધ, અનાજ વગેરે કેલ્શિયમથી ભરપૂર ખોરાક છે.

કઠોળ : કઠોળ જેમ કે વટાણા, ચોળી અને મગની દાળ વગેરે પણ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. આહારમાં આ કેલ્શિયમ સમૃદ્ધ ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરીને શરીરમાં કેલ્શિયમનું સ્તર વધારી શકો છો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles