fbpx
Saturday, January 11, 2025

શિયાળામાં બોર ખાવાના છે ઘણા ફાયદા, જાણો

દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારના ફળો અને શાકભાજી મળતા હોય છે. આ તમામ ફળ અને શાકભાજીનું ઋતુ પ્રમાણે સેવન કરવાથી અનેક લાભ થાય છે. ત્યારે શિયાળામાં ખાસ એક પ્રકારના નાના ફળ મળે છે. જેને આપણે બોર તરીકે ઓળખીએ છીએ. આ ફળ મોટાભાગે ગામડામાં વધારે મળે છે.

શિયાળામાં બોરનું સેવન કરવાથી કેટલાક લાભ થાય છે. બોરમાં વિટામીન – Cનું પ્રમાણ વધારે હોય છે.

જેનું સેવન કરવાથી શરીરમાં વિટામીન – Cની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.

બોરનું ઉચિત માત્રમાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તો કેટલાક નિષ્ણાંતોના અનુસાર બોરમાં નારંગી કરતા વધારે પ્રમાણમાં વિટામીન – સી હાજર હોય છે.

જો કોઈ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય કે પછી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા હોય તો બોરનું સેવન લાભકારક સાબિત થાય છે. તેમજ ત્વચાને સ્વસ્થ બનાવવા અને ગ્લોઈંગ સ્કીન માટે પણ ફાયદાકારક છે.

બોરમાં એન્ટીઑકિસડન્ટો, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે.તેમજ પાચન માટે પણ લાભકારક છે. જો તમને ગેસની સમસ્યા હોય તો એક વાર તબીબની સલાહ લેવી.

બોર મેટાબોલિઝમ વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આમાં મળતા ડાયેટરી ફાઈબર વજન ઘટાડવા અને સારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. તેમજ કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles