fbpx
Friday, January 10, 2025

સ્વાસ્થ્ય માટે અમૃત છે અડદની દાળ, જાણો ફાયદા

દાળ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. રોજની ડાયટમાં દાળનો સમાવેશ કરવો જ જોઈએ. દાળમાં પ્રોટીન સહિત ખાસ ગુણ હોય છે જે શરીર માટે જરૂરી છે. બધી જ દાળમાં અડદની દાળ સૌથી વધારે ગુણકારી અને પૌષ્ટિક છે. અડદની દાળ નોનવેજ કરતાં પણ વધારે શક્તિશાળી છે. તેનાથી શરીરને ચોંકાવનારા ફાયદા થાય છે. શાકાહારી લોકો માટે અડદની દાળ અમૃત સમાન છે. 

અડદની દાળ ફાઇબર, ફોલેટ, સોડિયમ, પ્રોટીન, પોટેશિયમ, ઝીંક અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે પાચનતંત્ર માટે તે લાભકારી છે. ફાઇબરથી ભરપૂર આ દાળ પેટમાં ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ જાળવી રાખે છે જેના કારણે પાચન સારું રહે છે. 

અડદની દાળનો ઉપયોગ 

અડદની દાળ ને રોજના ભોજનમાં દાળ તરીકે પણ લઈ શકાય છે. આ સિવાય ઈડલી ઢોંસા એવા ભારતીય વ્યંજનમાં પણ તેનો ઉપયોગ કરીને ડાયટમાં સામેલ કરી શકાય છે. અડદની દાળથી બનેલા નાસ્તાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. દાળમાં રહેલું સોલ્યુએબલ ફાઇબર કબજિયાત, વધારે વજન, ડાયાબિટીસ સહિતની સમસ્યામાં ફાયદો કરે છે. તેનાથી હાર્ટની બીમારી થવાનું જોખમ પણ ઘટે છે. અડદની દાળનું સેવન કરવાથી સોજા અને સંક્રમણથી પણ રાહત મળે છે. 

અડદની દાળ પાઇલ્સ, શ્વાસની સમસ્યા, અનિંદ્રા જેવી બીમારીમાં પણ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ દાળ ખૂબ જ ઉપયોગી છે. તેમાં રહેલું ફાઇબર બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. અડદની દાળ સ્વાસ્થ્ય લાભથી ભરપૂર હોવાની સાથે શરીરને શક્તિ પણ આપે છે. નિયમિત આ દાળનું સેવન કરવાથી શરીરને પોષણ મળે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles