વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ થોડા થોડા સમયે નક્ષત્ર પરિવર્તન કરે છે. જ્યારે ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરે છે તો તેની બદલાયેલી ચાલને અસર દેશ, દુનિયા, વાતાવરણ, પ્રકૃતિ અને બધી જ રાશિના લોકો પર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ હતો. હવે નવેમ્બર મહિનો પણ ખાસ સાબિત થવાનો છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં એટલે કે પહેલી જ તારીખે બુદ્ધ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરશે.
શુક્રવારે 1 નવેમ્બરે સવારે 6: 49 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ વિશાખા નક્ષત્રમાંથી નીકળી અનુરાધા નક્ષત્રમાં ગોચર કરશે. અનુરાધા નક્ષત્રના સ્વામી શનિ છે. શનિ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે અને ન્યાય કરે છે. વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને બુધ એકબીજાના પ્રતિ સમ ગ્રહ છે. અનુરાધા નક્ષત્રમાં બુધનો પ્રવેશ વ્યક્તિને કર્મ પ્રત્યે લગનશીલ બનાવશે અને જીવનને સારી રીતે જીવવા માટે પ્રેરિત કરે છે. બુધના નક્ષત્ર પરિવર્તનથી ત્રણ રાશિના લોકો પર સૌથી વધુ અસર જોવા મળશે.
અનુરાધા નક્ષત્રમાં બુધના પ્રવેશથી આ રાશિને થશે લાભ
મિથુન
મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. અનુરાધા નક્ષત્રમાં બુધના પ્રવેશથી મિથુન રાશિના લોકોની માનસિક શાંતિ અને સ્થિરતા સુધરશે. આત્મવિશ્વાસ વધશે. નિર્ણય લેવાની ક્ષમતા સારી થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ધન કમાવાના પ્રયત્નો ફળશે. નોકરીમાં પ્રમોશન પણ થઈ શકે છે. શેર માર્કેટથી લાભ થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. પારિવારિક જીવન સુખદ રહેશે.
કન્યા
કન્યા રાશિના લોકો માટે બુધ ગોચર માનસિક શક્તિ વધારનાર હશે. વેપારીઓને લાભ થશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં પ્રશંશા મળશે. પ્રમોશન પણ થઈ શકે છે. શેર માર્કેટના રોકાણથી લાભ થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. પારિવારિક જીવનમાં માતા-પિતાનો સહયોગ મળશે. લવ રિલેશનશિપ મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
તુલા
તુલા રાશિના લોકો માટે બુધ ગોચર આત્મવિશ્વાસ વધારનાર સાબિત થશે. પહેલા કરતાં વધારે સામાજિક બનશો. પ્રતિષ્ઠા વધશે. વેપારમાં લાભ થશે. આવકમાં અણધાર્યો મોટો વધારો થશે. ઉદ્યોગ અને ધંધાનો વિસ્તાર થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. જીવનસાથીથી સહયોગ મળશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક તણાવથી મુક્તિ મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)