દરરોજ આદુનું સેવન કરવાથી ગળાના ઈન્ફેક્શનથી બચાવ થાય છે. આ ઉપરાંત, આદુનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ઘણા રોગોથી પણ બચાવે છે. આદુના સેવનથી વજન નિયંત્રિત કરી શકાય છે.
રસોડામાં મસાલા તરીકે વપરાતું આદુ બહુઉપયોગી વસ્તુ છે. તેનો દરરોજ રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક છે.
કફની સમસ્યા હોય કે શરીરનો દુખાવો, આદુ આવી અનેક સમસ્યા માટે ઉપયોગી છે. આદુના અર્કમાં રહેલા ખાસ ઘટકો શરીરને પાચનમાં મદદ કરે છે.
નિષ્ણાતો માને છે કે, આદુ ઉબકા દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે.
આદુનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં, બ્લડ પ્રેશર ઓછું કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે.
આદુ શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ જાળવી રાખવા અને મગજની કાર્યક્ષમતા વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)