ગિલોય અને હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગિલોય અને હળદરનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ગિલોય અને હળદરમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે.
ગિલોય અને હળદરનું પાણી બનાવવાની ખૂબ જ સરળ છે. આ મેજિકલ પાણી પીવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ પાણી બનાવવા માટે સૌથી પહેલા પાણીને ગરમ કરવા મુકો.
પાણી નવશેકુ ગરમ થાય ત્યારે તેમાં મરી પાઉડર, હળદર અને ગિલોયનો પાવડર મિક્સ કરી 5 મીનીટ ઉકળવા દો.
ત્યાર બાદ તેને ગાળીને તેનું સેવન કરી શકો છો.
આ પાણીનું સેવન અઠવાડિયામાં 3 વખત કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેમજ ચેપી રોગો સામે પણ રક્ષણ આપે છે.
ગિલોય અને હળદરમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે શરીરમાં બળતરા ઘટાડે છે. તેમજ પાચનને સુધારવામાં મદદ કરે છે.
આ પાણી પીવાથી શરીરમાં ગ્લુકોઝ લેવલને નિયંત્રણ રાખે છે. તેમજ ત્વચાને તંદુરસ્ત રાખવા માટે મદદ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)