પેટ અને પાચન બરાબર હોય તો જ સ્વાસ્થ્ય સારું રહે છે. જો પેટમાં ગડબડ હોય તો તબિયત પણ ખરાબ થવા લાગે છે. મોટાભાગની બીમારીઓની શરૂઆત પેટથી થાય છે. પેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓને દવા વિના મટાડી દેવી હોય તો રસોડામાં જ કેટલીક વસ્તુઓ છે જે ખૂબ ઉપયોગી છે. આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પેટ અને પાચનને બરાબર કરી શકો છો.
પેટ માટે ઔષધી સમાન મસાલા
ફુદીનો
ફુદીનાની તાસીર ઠંડી હોય છે. તેમાં મેન્થોલ નામનું કમ્પાઉન્ડ હોય છે. જે પાચન અને પેટના સ્નાયુને રિલેક્સ કરે છે. ફુદીનાની ચા બનાવીને પણ પી શકાય છે અને ફુદીનાનું સેવન પણ કરી શકાય છે. તેનાથી અપચો અને ગેસ માટે છે.
મુલેઠી
મુલેઠી એક પ્રકારની જડીબુટ્ટી છે. જે પાચનને સ્વસ્થ રાખે છે. મુલેઠી પેટના પીએચને મેન્ટેન કરે છે. તેનાથી ગળાની તકલીફ પણ દૂર થાય છે.
આદુ
આદુનું સેવન ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. આદુ ખાવાથી પેટની સમસ્યા, સોજા, ગેસ, અપચો મટે છે. આદુને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે. આદુમાં રહેલું જોંજરોલ પાચનને સુધારે છે.
હળદર
હળદર શરીરને ડિટોક્ષ કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે. હળદરનું પાણી પીવાથી પણ ફાયદો થાય છે. પેટની તકલીફ રહેતી હોય તો હુંફાળા પાણીમાં હળદર ઉમેરીને પી જવું. તેનાથી પાચનતંત્ર સારું રહે છે.
અજમા
અજમા પેટની તકલીફોને ગણતરીની મિનિટોમાં દૂર કરે છે. ગેસ, અપચો, કબજિયાત હોય તો અજમાનું પાણી પીવું જોઈએ. અજમાનું પાણી પીવાથી અપચાથી રાહત મળે છે અને પેટ સાફ આવે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)