વૈદિક જ્યોતિષ અનુસાર 7 નવેમ્બરે શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિથી નિકળી ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ એશ્વર્ય, વૈભવ, સુખ અને મોજશોખના દાતા છે, પરંતુ ધન રાશિમાં તેમનું રહેવું થોડું મુશ્કેલ થઈ શકે છે, કારણ કે ધન રાશિના સ્વામી બૃહસ્પતિ છે, જે શુક્ર ગ્રહના પરમ શત્રુ છે. તેથી આ રાશિ પરિવર્તનની અસર અલગ-અલગ રાશિઓ પર અશુભ અને શુભ બંને પડી શકે છે. એક તરફ કેટલાક જાતકો માટે તે શુભ રહેશે તો કેટલાક માટે પડકારજનક સાબિત થઈ શકે છે. આ ગોચરથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. તો આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખુબ શુભ રહેવાનો છે. શુક્રનું ગોચર તમારા માટે નવી તક લાવશે. કરિયરમાં પ્રગતિની સંભાવના છે. નવી નોકરીનો યોગ બની રહ્યો છે. તમારી મહેનત અને કામની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. તમે ખુદને ઉર્જાવાન અનુભવ કરશો. વેપારીઓ માટે આ સમય શુભ છે. આ દરમિયાન તમે નવા કામની શરૂઆત કરી શકો છો. જો તમે કુંવારા છો તો તમારા લગ્નની વાત આગળ વધી શકે છે. તમારી આવકમાં વધારો થશે.
તુલા
તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ગોચર તમારા માટે પ્રગતિ લઈને આવી રહ્યું છે. વેપારમાં નફાની આશા છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નવા કામની પણ તક મળશે. જો તમારા લગ્ન થયા નથી તો સંબંધ આવવાની સંભાવના છે. આ સમયે કોઈ મોટી ડીલ થઈ શકે છે, જેનાથી તમારૂ નામ થશે. પારિવારિક જીવન પણ સુખદ રહેશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે.
ધન
ધન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર અતિ શુભ રહેશે. નોકરી અને વેપારમાં નવી તક મળશે. તમારી આવક વધશે. પરિવારજનોનો સહયોગ મળશે, જેનાથી તમે ખુશ રહેશો. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યાં છો તો આ સમય ખુબ સારો છે. તમને કોઈ નવી ડીલ કે રોકાણ મળી શકે છે. તમારો વેપાર વધશે. નોકરી કરનાર જાતકોને ધનલાભ મળશે. તમે પહેલાથી વધુ કમાણી કરશો. પરંતુ ધ્યાન રહે કે ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)