fbpx
Tuesday, January 7, 2025

શનિની સીધી ચાલથી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, સાડાસાતી-ઢૈય્યાના કષ્ટથી મળશે મુક્તિ

કળિયુગના ન્યાયાધીશ ગણાતા શનિદેવ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે ચોક્કસ જોવા મળે છે. શનિ નવ ગ્રહોમાં સૌથી ગતિએ ગોચર કરતો ગ્રહ છે. આવામાં એક રાશિ ચક્ર પૂરું કરવામાં લગભગ 30 વર્ષનો સમય લાગે છે. આ કારણે શનિનો પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવન પર લાંબા સમય સુધી જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિ રાશિ પરિવર્તન ઉપરાંત સમયાંતરે અસ્ત, ઉદય, વક્રી અને માર્ગી પણ થાય છે. હાલ શનિ વક્રી અવસ્થામાં છે. પરંતુ આવનારી 15 નવેમ્બરના રોજ શનિ માર્ગી થશે. શનિની સીધી ચાલથી કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. શનિની માર્ગી ચાલ કોનું ભાગ્ય ચમકી શકે છે. ન્યાયના દેવતા શનિ ગ્રહ 15 નવેમ્બરના રોજ સાંજે 5.09 વાગે કુંભ રાશિમાં માર્ગી થશે. જાણો કોને વિશેષ લાભ થશે. 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થવાથી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો ચપરથી ઢૈય્યાની કષ્ટમય અસર ખતમ થઈ રહી છે. કારણ કે શનિદેવ કર્ક રાશિવાળાની ગોચર કુંડળીમાં આઠમા અને વૃશ્ચિક રાશિના જાતકોની ગોચર કુંડળીમાં ચતુર્થ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. આથી શનિદેવના માર્ગી થવાથી હવે આ લોકોના અટકેલા કામ પાર પડશે. જીવનમાં જે તણાવ  હતો તેમાંથી મુક્તિ મળશે. ભાગ્યનો સાથ મળશે. વેપારીઓને સારો ધનલાભ થશે. કામકાજ સંબંધિત મુસાફરી કરી શકો છો. જે શુભ ફળ આપી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. આ ઉપરાંત કઈ રાશિઓને આ માર્ગી ચાલ ફાયદો કરાવશે તે ખાસ જાણો. 

વૃષભ

વૃષભ રાશિવાળાને શનિની ચાલનું પરિવર્તન ખુબ શુભ ફળ આપી શકે છે. કાર્યોમાં આવતી બાધાઓ દૂર થશે. સફળતા મળશે. નોકરી વેપાર માટે સમય સારો રહેશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે જેથી કરીને આર્થિક સ્થિતિ સુધરશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને પગારમાં પણ વધારો થઈ શકે છે. 

કર્ક

કર્ક રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભના યોગ બની શકે છે જેનાથી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. જે લોકોના વિવાહ નથી થયા તેમના માટે પ્રસ્તાવ આવી શકે છે. વેપારીઓનો વેપાર વિસ્તરી શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિના યોગ બનશે. 

કન્યા 

કન્યા રાશિ માટે ધનલાભના યોગ બનશે. વેપારમાં વધારો થશે. કરિયરમાં નવી તકો મળશે. રોકાણ માટે સમય અનુકૂળ રહેશે. ભવિષ્યમાં સારું રિટર્ન મળી શકે છે. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ ચોક્કસ મળશે. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સમય સારો રહેશે.   

કુંભ 

કુંભ રાશિના લોકો માટે શનિની ચાલનું પરિવર્તન શુભ સમાચાર લઈને આવી શકે છે. કાર્યોમાં સફળતા મળશે. ધનલાભના યોગ બનશે જેનાથી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરીની ઓફર મળી શકે છે. વેપારીઓને પણ કોઈ નવી ડીલ મળશે જેથી નફો થઈ શકે છે.

મીન 

મીન રાશિના લોકો માટે વિદેશ પ્રવાસનો યોગ બનશે. કાર્યોમાં અપાર સફળતા મળશે. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. નોકરીયાતોના કામના વખાણ થશે. મન પ્રસન્ન થશે અને માનસિક તણાવ દૂર થશે. દાંપત્ય જીવનમાં આવનારી સમસ્યાઓથી છૂટકારો મળશે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles