રસોડામાં હાજર ઘણા મસાલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને કાળા મરી પણ તેમાંથી એક છે. તે માત્ર સ્વાદમાં જ વધારો કરતું નથી, પરંતુ તેના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદા છે. કાળા મરીનો આયુર્વેદમાં વિશેષ ઉલ્લેખ છે અને તે અનેક ગંભીર રોગોની સારવારમાં ઉપયોગી માનવામાં આવે છે.
ભારતના મોટાભાગના ઘરોમાં મસાલા તરીકે કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓબેસિટી અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. ત્યારે જાણો કાળા મરી ખાવાના ફાયદા વિશે જાણીએ.
કાળા મરી મોસમી રોગો માટે જીવનરક્ષક સમાન છે. તે માત્ર હળવા રોગોમાં જ નહીં પરંતુ,ગંભીર રોગોમાં પણ ફાયદાકારક છે.
કાળા મરી માઈગ્રેન અને માથાનો દુખાવોની સમસ્યામાં પણ મદદ કરે છે. કાળા મરીને ચોખાના પાણીમાં અથવા ભૃંગરાજના રસમાં પીસીને કપાળ પર લગાવવાથી માઈગ્રેનનો દુખાવો મટે છે.
કાળા મરીનો ઉપયોગ વાળ ખરવાની સમસ્યામાં પણ ફાયદાકારક છે. કાળી મરીને ડુંગળી અને મીઠું સાથે પીસીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ખરતા ઘટી જાય છે.
ખાંસી અને શરદીમાં રાહત મેળવવા માટે કાળા મરીનું સેવન ખૂબ જ અસરકારક છે. દિવસમાં 3-4 વખત કાળા મરીના પાવડરમાં ગોળ ભેળવીને ખાવાથી કફ અને શરદીમાં રાહત મળે છે. આ સિવાય ગરમ દૂધમાં કાળા મરી મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)