જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે તો તેની અસર 12 રાશિઓ પર અલગ અલગ રીતે જોવા મળે છે. ગ્રહોના ગોચર થી કેટલીક રાશિને લાભ થાય છે તો કેટલીક રાશિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક રાશિને અસર કરે તેવું નક્ષત્ર પરિવર્તન 6 નવેમ્બરે થયું છે. 6 નવેમ્બરે સવારે ગ્રહોના રાજા સૂર્યએ નક્ષત્ર બદલ્યું છે. સૂર્ય એ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ નક્ષત્રમાં સૂર્ય 19 નવેમ્બર સુધી બિરાજમાન રહેશે. ત્યાર પછી 19 નવેમ્બર અને મંગળવારે સૂર્ય બીજા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
19 તારીખે બપોરે ત્રણ કલાક અને ત્રણ મિનિટે સૂર્ય વિશાખા નક્ષત્રમાંથી નીકળી અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. હાલ વાત કરીએ વિશાખા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશની તો 12 માંથી ત્રણ રાશિઓ માટે આ સમય લાભકારી રહેવાનો છે. વિશાખા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી આ ત્રણ રાશિને ફાયદો થશે.
મેષ
મેષ રાશિ માટે સૂર્યનો વિશાખા નક્ષત્રમાં પ્રવેશ ઉત્તમ સાબિત થશે. સંતાન તરફથી સુખ મળશે. પતિ પત્નીના સંબંધ સુધરશે. સમાજમાં નવી ઓળખ બનશે. ધન સંબંધિત લાભ થવાના પણ યોગ સર્જાયા છે.
સિંહ
સિંહ રાશિ માટે પણ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન સારું રહેશે. સમાજમાં માન સન્માન વધશે. કાર્ય સ્થળ પર પ્રગતિ થશે. પ્રમોશનના પણ યોગ છે. વેપારીઓની આવક વધશે. 19 નવેમ્બર સુધી ચારે તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો માટે પણ સૂર્યનું વિશાખા નક્ષત્રમાં ગોચર લાભકારી રહેવાનું છે. આવક વધશે. કાર્યમાં સફળતા મળશે. જે કામ અટકી રહ્યા હતા તે પૂરા થશે. આગામી દિવસો આ રાશિના લોકો માટે સારા રહેવાના છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)