fbpx
Sunday, January 5, 2025

આ ઉપાય અપનાવશો તો શિયાળામાં હોઠ ફાટશે નહીં અને ગુલાબની પાંખડીઓની જેમ નરમ રહેશે

ઠંડીની ઋતુમાં હોઠ સૌથી વધારે ડ્રાય થઈ જાય છે. જેમ જેમ શિયાળામાં ઠંડી વધે તેમ હોઠ પણ ઝડપથી ફાટે છે. ઘણી વખત ફાટેલા હોઠમાંથી લોહી પણ નીકળવા લાગે છે. ઠંડીની ઋતુમાં હોઠની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. હોઠની ત્વચા ચહેરાની ત્વચા કરતા નાજુક હોય છે. તેથી જ હોઠને મુલાયમ અને પિંક રાખવા માટે શિયાળાની શરૂઆતથી જ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જો આ પાંચ બાબતોનું ધ્યાન રાખશો તો શિયાળામાં ગમે એટલી ઠંડી પડે તમારા હોઠ ફાટશે નહીં. 

શિયાળામાં આ રીતે રાખો હોઠનું ધ્યાન 

શિયાળામાં ખાવા પીવા પર ખાસ ધ્યાન રાખવું. હોઠને મુલાયમ અને સુંદર બનાવી રાખવા માટે વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ વાળી વસ્તુઓનું સેવન કરો. દૈનિક આહારમાં લીલા શાકભાજી સાથે ઘી, માખણ અને તાજા ફળનો સમાવેશ કરો.

હોઠને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે દેશી ગુલાબના પાનની પેસ્ટ બનાવીને હોઠ પર થોડી વાર લગાવો. આ કામ રોજ રાત્રે સુતા પહેલા કરશો તો હોઠ ટ્રાય નહીં થાય. 

ઠંડીમાં ત્વચાની ડ્રાઇનેસ વધી જાય છે. ત્વચાની ડ્રાઇનેસ ને દૂર કરવા માટે અને હોઠને મુલાયમ બનાવવા માટે હોઠ પર ક્રીમ, દૂધની મલાઈ, ઘરનું સફેદ માખણ અથવા તો ઘી નિયમિત લગાવો. દિવસમાં બેથી ત્રણ વખત આ વસ્તુઓથી હોઠ પર હળવા હાથે માલીશ કરો. 

રાત્રે સુતા પહેલા નાભિમા દેશી ઘી અથવા તો સરસવના તેલના બે ટીપા નાખી લો. આ કામ નિયમિત કરશો તો શિયાળામાં હોઠની ત્વચા ફાટશે નહીં. નાભિમા તેલ નાખવાથી શરીરને પણ ફાયદા થશે. 

શિયાળામાં તરસ ઓછી લાગે છે. તેથી મોટાભાગના લોકો શિયાળામાં ઓછું પાણી પીવે છે. પરંતુ તરસ લાગે કે ન લાગે દિવસ દરમિયાન સાથે 8 ગ્લાસ પાણી પીવાનું રાખો. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો શરીરને પાણી મળતું રહેશે અને સ્કીન હાઇડ્રેટ રહેશે. જેના કારણે હોઠ પણ મુલાયમ રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles