સવારનો પહેલો ખોરાક દિવસનો સૌથી મહત્વપૂર્ણ મિલ હોય છે, જે આપણને આખો દિવસ એનર્જી આપે છે. જોકે સવારના સમયે અમુક ચીજોનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે. પાચનતંત્ર યોગ્ય રીતે કામ ન કરવા પર પેટમાં ગેસ, બળતરા અને ખાટો ઓડકાર જેવી પરેશાન થઈ શકે છે.
કોફી અને ચા
ઘણા લોકોને તમે જોયા હશે જે ખાલી પેટે સવારે કોફી કે ચા પીવે છે. જો તમે પણ ખાલી પેટે ચા કે કોફી પીવો છો તો તમને એસીડિટીની સમસ્યા થઈ શકે છે. એમાં રહેલા કેફીન પેટની એસિડિટીને વધારે છે, જેથી પેટામાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા ઉભી થાય છે.
ખાટા ફળ
ખાટા ફળો વિટામિન C ના ખૂબ જ સારા સ્ત્રોત માનવામાં આવે છે. આ સિવાય આ ફળોને સવારે ખાલી પેટ ન લેવા જોઈએ. અસલમાં, ખાટા ફળો લેવાથી પેટમાં એસિડ ઝડપથી બનવા લાગે છે. આ ફળોમાં ફ્રક્ટોઝ તથા ફાઈબર પણ વધારે માત્રામાં હાજર હોય છે, જેથી સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી પાચનતંત્ર ધીમું પડી જાય છે.
દહીં
દહીં ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, પરંતુ તેને સવારે ખાલી પેટ ક્યારેય ન લેવું જોઈએ. આનું કારણ એ છે કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે પેટની અમ્લતાના સ્તરને બગાડી શકે છે. એમાં હાજર લેક્ટિક એસિડ, પેટ માટે સારા બેક્ટેરિયાને મારી શકે છે, જેથી પેટમાં દુખાવો તથા એસિડિટીની સમસ્યા વધી શકે છે.
તળેલા અને મસાલેદાર ખોરાક
સવારે ખાલી પેટે મસાલેદાર કે તળેલા ખોરાકનું સેવન કરવા એસિડિટી માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ ચીજો પાચન તંત્ર પર દબાણ નાખે છે અને એસિડ ઉત્પાદન વધારે છે. આનાથી પેટમાં બળતરા અને ગેસની સમસ્યા થઈ શકે છે.
વિષેશ સલાહ
ડોક્ટર્સ અને ન્યુટ્રિશનિસ્ટોનું માનવું છે કે સવારનો પહેલું ભોજન હળવું અને સુપાચ્ય હોવું જોઈએ. જેમ એક ઓટ્સ, આખા અનાજ, ફળ અને ગરમ પાણી. આનાથી પેટને યોગ્ય પોષણ મળે છે અને એસિડિટીની સમસ્યા નથી થતી.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)