fbpx
Thursday, November 14, 2024

શિયાળામાં શક્કરિયા ખાવાથી મળશે ભરપૂર માત્રામાં વિટામિન

શિયાળામાં ઘણી મોસમી વસ્તુઓ હોય છે જે ખાવાથી શરીરને એનર્જી અને પુષ્કળ પોષક તત્વો મળે છે. આ માટે દરરોજ આ સુપર ફ્રુડને આહારમાં સામેલ કરો. આ ફ્રુડ ખાવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર રહે છે.

આ સુપર ફ્રુ઼ડની મોસમ શિયાળામાં જ હોય છે. સ્વાદમાં મીઠો અને બટાકા જેવો સ્વાદ ધરાવતા શક્કરિયા પોષક તત્વોનો ભંડાર છે. શક્કરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

શક્કરીયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, વિટામીન A, C અને B6 હોય છે. આ સિવાય પોટેશિયમ અને મેંગેનીઝ જેવા મિનરલ્સ પણ છે. શક્કરિયામાંથી ઘણી જુદી જુદી વાનગીઓ બનાવી શકાય છે. ઠંડીના દિવસોમાં તમારે દરરોજ એક શક્કરિયા ખાવી જોઈએ. આ સાથે, શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી વિટામિન્સ અને પોષક તત્વો મળતા રહેશે.

ત્વચા માટે ફાયદાકારક: શક્કરિયામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. તે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. શક્કરિયા ઘણા જૂના રોગોને દૂર કરવામાં પણ મદદ કરે છે. તમે શક્કરીયાને બાફીને અથવા શેકીને ખાઈ શકો છો.

આંખો માટે ફાયદાકારક: શક્કરિયામાં વિટામિન A સારી માત્રામાં હોય છે. આ આંખો માટે ફાયદાકારક છે. શક્કરિયામાં બીટા કેરોટીન જોવા મળે છે જે તણાવ ઓછો કરે છે. શક્કરિયા પાચન સુધારવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

ડાયાબિટીસ: શક્કરિયા સ્વાદમાં સહેજ મીઠી હોવા છતાં તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી અને ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછા હોવાને કારણે ડાયાબિટીસના દર્દીઓ પણ શક્કરિયા ખાઈ શકે છે. શક્કરીયા ખાવાથી બ્લડ શુગર તરત જ વધતા નથી અને એનર્જી પણ મળે છે.

વજન ઘટાડવામાં અસરકારક: શક્કરિયા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે તેને તમારા વજન ઘટાડવાના આહારમાં સામેલ કરી શકો છો.

શક્કરિયા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેમાં જોવા મળતા વિટામિન C અને E તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં અને કોલેજનનું ઉત્પાદન વધારવામાં ફાળો આપે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles