fbpx
Saturday, November 23, 2024

આ ફળના બીજ ખાવાથી કબજિયાત મટી જશે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

પપૈયું એવું ફળ છે જે એક નહીં અનેક રોગમાં ફાયદો કરે છે. પપૈયું ખાવાથી શરીરને જરૂરી પોષણ પણ મળે છે. જોકે ફક્ત પપૈયું જ નહીં તેના બી પણ શરીર માટે ફાયદાકારક છે. પપૈયાના નાના નાના કાળા બી ગુણથી ભરપૂર હોય છે. મોટાભાગના લોકો આ બીને બેકાર સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ પપૈયાના બી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદગાર છે. 

પપૈયાના બી પ્રોટીન, વિટામીન, ઝીંક, ફોસ્ફરસથી ભરપૂર હોય છે. તેનાથી પાચન સુધરે છે. ખાસ તો જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે આ બી નું સેવન સવારે નરણાં કોઠે એટલે કે વાસી મોઢે કરી લેવું જોઈએ. તેનાથી કબજિયાત જ નહીં પરંતુ બેડ કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો થાય છે. 

પપૈયાના બી ખાવાથી થતા ફાયદા 

કબજિયાત મટે છે 

આજના સમયમાં કબજિયાતની તકલીફ અને લોકોને સતાવે છે. કબજિયાત થવાના ઘણા બધા કારણ હોય છે. જેમ કે અનહેલધિ લાઈફ સ્ટાઈલ, પોષણનો અભાવ અને આહાર. કોઈપણ કારણસર કબજિયાતની સમસ્યા રહેતી હોય તો સવારના સમયે પપૈયાના બી ખાઈ લેવા. તેનાથી કબજિયાતથી મુક્તિ મળશે. 

કોલેસ્ટ્રોલ 

પપૈયાના બી માં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કેવા તત્વો પણ હોય છે જે શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખે છે. પપૈયાના બી એમિનો એસિડ અને મોનોસેક્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે. 

વધારે વજન 

જો તમે તમારા વધેલા વજનથી પરેશાન હોય અને ચરબીને ઘટાડવી હોય તો પણ પપૈયાના બી ખાવાનું શરૂ કરી દો. સવારે પપૈયાના બી નું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

કેવી રીતે કરવો પપૈયાના બીનો ઉપયોગ ? 

પપૈયાના બી ને તમે એકલા પણ ખાઈ શકો છો. અથવા તો તેને સલાડમાં, જ્યુસમાં, કે દરિયામાં ઉમેરી ન ખાઈ શકાય છે. સૌથી બેસ્ટ રહે છે કે તમે સવારે એક ગ્લાસ પાણી સાથે એક ચમચી બીનો સેવન કરી લો. તેનાથી શરીરને ઉપર જણાવ્યા અનુસારના ફાયદા થાય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles