fbpx
Thursday, November 14, 2024

માત્ર આ વસ્તુનું સેવન કરવાથી દુબળુ-પાતળું શરીર મજબૂત બનશે

સારૂ બોડી બનાવવા અને મસલ્સ ગેન કરવા માટે પ્રચુર માત્રામાં પ્રોટીનવાળા ભોજનની જરૂરીયાત હોય છે. જો તમે શાકાહારી છો તો તમારા ભોજનમાં કાળા ચણા, ડ્રાઈ ફ્રૂટ્સ, ડેરી પ્રોડક્ટ અને આખા અનાજ સામેલ કરી શકો છો.જાણો પ્રોટીનની કમી દૂર કરવા માટે શાકાહારી લોકોએ કઈ-કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.

બોડી બનાવવા માટે મસલ્સ ગેન કરવા માટે પ્રચુર માત્રામાં પ્રોટીનની જરૂરીયાત હોય છે. નોનવેજ ખાનારા લોકો ચિકલ અને મટન ખાય તેને પૂરુ કરે છે, પરંતુ વેજિટિરિયન લોકો તે વસ્તુ પસંદ કરતા નથી.

વેજિટિરિયન ડાયટમાં હાઈ પ્રોટીન ફૂડ્સ માટે તમે કાળા ચણાનું સેવન કરી શકો છો. તેમાં સારી માત્રામાં પ્રોટીન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે. તેને તમે બાફી કે પલાળીને ખાઈ શકો છો.  

આમ તો દાળને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ મગ દાળની ગણના હાઈ પ્રોટીનવાળી દાળમાં થાય છે. લોકો મગદાળના સ્પ્રાઉટ્સને ખુબ પસંદ કરે છે, જે ખુબ હેલ્ધી હોય છે.  

વેજ લોકો પ્રોટીનની પૂર્તિ માટે ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરી શકે છે. બદામ, કાજુ અને અખરોટ જેવા ડ્રાઈ ફ્રૂટ્સ પાણીમાં પળાલી ખાવાથી ખુબ ફાયદો થાય છે.  

આ સિવાય દૂધ અને દૂધની બનાવતો પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. તમે નોનવેજના સથાને દહીં, પનીર, દૂધ વગેરેનું સેવન કરી શકો છો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles