fbpx
Friday, December 27, 2024

સૂર્ય-બુધની વૃશ્ચિક રાશિમાં યુતિ, આ રાશિના જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહ ગોચરના પ્રભાવથી મેષથી લઈને મીન સુધી તમામ 12 રાશિઓ પર અસર પડે છે. નવેમ્બરમાં દેવ દિવાળી બાદ સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં જવાની સાથે બુધ સાથે યુતિ બનાવશે. સૂર્ય તથા બુધની યુતિના પ્રભાવથી કેટલાક જાતકો પર સકારાત્મક પ્રભાવ પડશે. બુધ-સૂર્યની યુતિ ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ અને લાભકારી રહેવાની છે. જાણો આ રાશિઓ વિશે…

ગ્રહોના રાજા સૂર્ય 16 નવેમ્બરે સવારે 7 કલાક 41 મિનિટ પર મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 15 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે. 

સૂર્યના ગોચરનો પ્રભાવ

તુલા

સૂર્ય અને બુધની યુતિ તુલા રાશિના જાતકો પર અત્યંત શુભ પ્રભાવ પાડશે. આ સમયમાં ધન સંબંધી સમસ્યાથી છુટકારો મળશે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂરા થશે. નોકરી કરનાર જાતકોની આવકમાં વધારો થઈ શકે છે.

વૃશ્ચિક

સૂર્ય સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. સૂર્ય અને બુધની યુતિથી વૃશ્ચિક રાશિના વેપારીઓને લાભ થશે. અટવાયેલા ધનની વાપસી થઈ શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે સમય સારો રહેવાનો છે. શારીરિક પરેશાનીથી મુક્તિ મળશે. 

મકર

મકર રાશિના જાતકો માટે બુધ તથા સૂર્યની યુતિ અત્યંત લાભકારી રહેવાની છે. આ સમયમાં જમીન, ભવન કે વાહનની ખરીદી કરી શકો છો. માતા-પિતાના સહયોગથી આર્થિક લાભ થઈ શકે છે. વેપારીઓ માટે આ સમય ખુબ સારો રહેવાનો છે. 

કુંભ

સૂર્ય અને બુધની યુતિ કુંભ રાશિના જાતકોને આર્થિક દ્રષ્ટિએ લાભ અપાવશે. નોકરીમાં પ્રમોશન કે આવકમાં વધારાની રાહ જોઈ રહેલા જાતકોને સુખદ સમાચાર મળી શકે છે. પરિવારનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે અને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles