fbpx
Thursday, December 26, 2024

શનિદેવને ખૂબ જ પ્રિય છે આ રાશિના જાતકો, ગમે ત્યારે ગરીબને કરોડપતિ બનાવી દે

વૈદિક જ્યોતિષની ગણતરી મુજબ કુલ 139 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહ્યા બાદ શનિ ગ્રહ 15 નવેમ્બરે માર્ગી થઈ ગયા છે. શનિ ગ્રહ વક્રી અવસ્થામાં રહે તો તેમની ઉલ્ટી ચાલની નેગેટિવ અસર જોવા મળતી હોય છે. કારણ કે વક્રી શનિ ગ્રહ સમસ્યાઓ અને પડકારો વધારે છે. હવે શનિના માર્ગી થવાથી રાશિઓને તેમના કર્મો મુજબ ફળ મળવાનો યોગ્ય સમય શરૂ થઈ ચૂક્યો છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહ એક ખુબ જ મહત્વપૂર્ણ ગ્રહ મનાય છે. જેમને ન્યાયના દેવતા પણ કહે છે.  કારણ કે શનિ વ્યક્તિના કર્મો મુજબ શુભ કે અશુભ ફળ આપે છે. શનિ ગ્રહ એક ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. આથી તેમનો પ્રભાવ પણ લાંબા સમય સુધી રહે છે. જ્યોતિષાચાર્યો મુજબ 4 રાશિઓ પર શનિદેવની ખાસ કૃપા રહે છે. જાણો આ 4 લકી રાશિઓ વિશે…

વૃષભ 

વૃષભ રાશિચક્રની બીજી રાશિ છે. જે પૃથ્વી તત્વ સાથે જોડાયેલી છે. તેનો સ્વામી ગ્રહ શુક્ર છે. જે શનિનો મિત્ર ગ્રહ છે. આ કારણે આ રાશિના જાતકો પર શનિદેવ વિશેષ કૃપા રાખે છે. શુક્રના પ્રભાવથી આ લોકો શારીરિક રીતે શક્તિશાળી, સુંદર અને ઉર્જાવાન હોય છે. શનિની કૃપાના કારણે આ રાશિના વ્યક્તિ દ્રઢ નિશ્ચયી, સ્થિર અને જમીન સાથે જોડાયેલા હોય છે. એવું કહે ચે કે શરૂઆતમાં આ લોકો ખુબ સંઘર્ષ કરીને આગળ વધે છે. તેમની પ્રતિભાને દબાવવી એ અશક્ય હોય છે. શનિની મહેરબાનીથી જ્યારે તેઓ એકવાર જીત મેળવી લે છે ત્યારે જીવનમાં ક્યારેય પાછા વળીને જોતા નથી. ઈંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ દ્વિતીય, અને મહાન સાહિત્યકાર વિલિયમ શેક્સપીયર, ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહામ, અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આ રાશિના વિશ્વ પ્રસિદ્ધ પર્સનાલિટી છે. 

તુલા 

તુલા રાશિના સ્વામી શુક્ર છે. આ રાશિમાં શનિ ગ્રહ ઉચ્ચ થઈ જાય છે અને આથી આ રાશિ શનિદેવને ખુબ પ્રિય પણ છે. આ રાશિના જાતકોમાં સૌંદર્ય અને ઐશ્વર્યથી ભરેલું સુરુચિપૂર્ણ જીવન જીવવાની ઉત્સુકતા હોય છે. શુક્ર અને શની બંનેની મહેરબાનીથી તેમની ઈચ્છા પૂરી પણ થાય છે. તુલા રાશિચક્રની સાતમી રાશિ છે. જે વાયુ તત્વ સાથે સંબંધિત છે. શુક્રની કૃપાથી તુલા રાશિના જાતકો મહેનતુ, મિલનસાર, રચનાત્મક, અને કળાત્મક હોય છે. જ્યારે શનિની કૃપાથી તેઓ કોઈ પણ કામને એક વ્યવસ્થા હેઠળ કરવાનું પસંદ કરે છે. આ રાશિના લોકો જજ, એડવોકેટ, લીગલ એક્સપર્ટ, કલાકાર, સંગીતકાર, લેખક વગેરે બનીને ખુબ શૌહરત અને ધન મેળવે છે.   

મકર 

વૈદિક જ્યોતિષ મુજબ મકર રાશિચક્રની 10મી રાશિ છે. પૃથ્વી તત્વ સાથે સંબંધ ધરાવતી હોવાના કારણે મકર રાશિના વ્યક્તિ સ્વભાવે સ્થિર અને મહેનતુ હોય છે. મકર રાશિના સ્વામી ગ્રહ શનિ પોતે છે. આ રાશિના જાતકો મહેનતુ હોવાની સાથે મહત્વકાંક્ષી હોય છે. આથી સેના અને પોલીસની જોબમાં ખુબ સારું રહે છે. એવું જોવા મળ્યું છે કે જ્યારે શનિની કૃપા તેમના પર થાય છે ત્યારે મકર રાશિના જાતકો કંગાળ હોય તો પણ કરોડપતિ બની જાય છે. 

કુંભ 

રાશિચક્રની 11મી રાશિ કુંભમાં જન્મેલા વ્યક્તિઓ પર શનિદેવની કૃપા વધુ રહે છે. કારણ કે આ તેમની મૂળ ત્રિકોણ રાશિ છે. તમામ 12 રાશિઓમાં આ વાયુ તત્વની ત્રીજી અને અંતિમ રાશિ છે. શનિના પ્રભાવથી આ રાશિના જાતકો સ્થિર, આત્મનિર્ભર, મહેનતુ અને સમાજિક ઘરોબો ધરાવતા તથા વિચારશીલ હોય છે. કુંભ રાશિના વ્યક્તિ અનુશાસિત હોવાની સાથે સાથે સમયની જરૂરિયાતને જોતા એમાં ઢળવામાં પણ વિશ્વાસ ધરાવે છે. એવું જોવા મળ્યું છે કે આ લોકો સાયન્સ, ટેક્નોલોજી ઈનોવેશનની સાથે સાથે સામાજિક કાર્યોવાળા કામમાં આગળ  પડતા હોય છે. આ ક્ષેત્રોમાં તેઓ ખુબ નામના કમાય છે અને ધન કમાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે શનિદેવ આ રાશિના જાતકોને તેમના ખોટા કામોનો દંડ નથી આપતા. આવામાં સવાલ એ ઉઠે છે કે આ ત્રણેય રાશિઓ ભગવાન શનિની પ્રિય હોવાને કારણે શું લાભ થાય? આ 3 રાશિઓ પર શનિદેવની મહેરબાનીથી આ રાશિના જાતકો ખોટા અને ખરાબ આચરણમાં સંડોવાતા નથી. શનિદેવ કોઈને કોઈ પ્રકારે તેમને કુકર્મમાં ડૂબવાથી બચાવી લે છે. અત્રે જણાવવાનું કે કર્મના ચક્રથી તો ખુબ દેવતા પણ બચી શકતા નથી. તો મનુષ્યની શું વિસાત છે.   

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles