fbpx
Thursday, December 26, 2024

સૂર્યાસ્ત બાદ ભૂલેચૂકે ન કરતા આ કામ, નહીં તો જીવનમાં આવી જશે મુશ્કેલી, ચારેકોરથી થશે નુકસાન

સનાતન ધર્મ સંલગ્ન શાસ્ત્રોમાં સૂર્યાસ્ત બાદના સમયને નકારાત્મક શક્તિઓના ઉદયનું પ્રતિક માનવામાં આવ્યો છે. આ જ કારણ છે કે રાત્રિ સમયે શુભ કાર્યો કરવાની મનાઈ કરવામાં આવે છે. આ દરમિયાન ઘરમાં થનારા અનેક સામાન્ય કામકાજને પણ કરવાની ના પાડવામાં આવે છે. એવી માન્યતા છે કે જો તમે આ નિયમોનું પાલન ન કરો તો તેનાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે. જેના કારણે ઘરમાંથી ધન ખાલી થવા લાગે છે. જાણો સૂર્યાસ્ત બાદ કયા કયા કામ ન કરવા જોઈએ. 

સૂર્યાસ્ત બાદ ન કરતા આ કામ!

સાંજે સૂઈ ન જવું જોઈએ

સૂર્યાસ્ત સમયે એટલે કે સાંજે ઘરમાં કોઈ પણ વ્યક્તિ સૂઈ જવું ન જોઈએ. આમ કરવાથી આળસ હાવિ થાય છે અને ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે. આવી હરકત કરવાથી પછી રાતે ઊંઘ પણ આવતી નથી જેના કારણે તે વ્યક્તિનું જીવનચક્ર પણ  ખોરવાય છે. 

ઘરમાં ઝાડૂ પોતા ન કરવા

શાસ્ત્રો મુજબ ઝાડૂમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આથી સાંજના સમયે ઝાડૂને પણ વિશ્રામ આપવો જોઈએ. સૂર્યાસ્ત બાદ ઘરમાં ઝાડૂ કે પોતું કરવું એ અશુભ ગણાય છે. જો તેને અવગણવામાં આવે તો ધન અને સ્વાસ્થ્ય બંનેનું નુકસાન ઝેલવું પડે છે. 

તુલસીના પાન ન તોડવા

સાંજ બાદ ભૂલેચૂકે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું મનાય છે. જો તમે સાંજ બાદ તુલસીના પાન તોડો તો તેનાથી તમને વાસ્તુ દોષ લાગી શકે છે. જે તમારી ખુશીઓને તબાહ કરવાનું કારણ બની શકે છે. 

રૂમના દરવાજા બંધ ન રાખો

સૂર્યાસ્ત બાદ રૂમના દરવાજા બંધ રાખવા જોઈએ નહીં. એવી માન્યતા છે કે આ સમય માતા લક્ષ્મી સહિત દેવી દેવતાઓનું આગમનનો હોય છે. આવામાં જો તમે રૂમના દરવાજા બંધ કરશો તો તેઓ પ્રવેશ કર્યા વગર જ બહારથી પાછા ફરી જશે. જેનાથી તમારા જીવનમાં પણ અંધકાર છવાઈ જશે. 

આ ચીજોનું દાન ન કરવું

સાંજના સમયે ભૂલેચૂકે ધન, હળદર, મીઠું, દહીં જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં. આમ કરવું અશુભ મનાય છે. એવું કહેવાય છે કે સાંજના સમયે કોઈને રૂપિયા આપવા કે ઉધાર આપવાથી માતા લક્ષ્મી ઘરમાંથી જતા રહે છે. આથી આમ કરવું જોઈએ નહીં.  

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles