ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા.
કાં, કેમ છે ધંધાપાણી ?
ઠીકઠાક છે ભલા,
તો મને એક દસ રૂપિયા ઉછીના દેશો ?
હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !
ઈ જ મોંકાણ છે ને !
અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ
ઓળખતું નથી, અને ધોરાજીમાં કોઈ ધીરે નહિ,
કેમ કે ત્યાં સહુ મને ઓળખે.
😅😝😂😜🤣🤪
ખેતીવાડી કોલેજનો ગ્રેજ્યુએટ થઈને
તાજો જ પાછો ફરેલો કપિલ પાડોશના ખેડૂતને
કહે : તમારા લોકોની કહેતું કરવાની પદ્ધતિ
હજુ સાવ જૂનીપુરાણી છે, મને ખાતરી છે કે
પેલી જામફળીમાંથી દસેક કિલો જામફળ
પણ તમે નહીં લેતા હો.
વાત તો ખરી છે, ખેડૂત બોલ્યો…
એ સીતાફળી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)