fbpx
Tuesday, November 19, 2024

આ ફૂલ શરદી-ખાંસી, તાવ માટે છે રામબાણ, ઉકાળો પીવાથી દરેક દર્દમાં થશે રાહત!

પોતાના ઔષધીય ગુણો માટે જાણીતો પારિજાત કે હરસિંગારનો છોડ સંધિવાની બીમારી માટે રામબાણ ઔષધ માનવામાં આવે છે. સંધિવાની તકલીફમાં હરસિંગારનો ઉકાળો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. નિષ્ણાતોના મતે પારિજાતનું નિયમિત સેવન કરવાથી આ બીમારી 10 દિવસમાં મટી શકે છે. આ છોડ એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને દર્દને ઓછું કરવાથી માંડીને શરદી-ઉધરસ, તાવ સુધીમાં રાહત આપે છે. તેના સેવનથી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે.

હરસિંગાર વિવિધ સ્વાસ્થ્ય લાભ ધરાવતું વૃક્ષ છે. હરસિંગારના વૃક્ષમાં સોજા વિરોધી અને જીવાણુ વિરોધી ગુણો જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન કાર્ય કરે છે.

તેના સેવનથી સંધિવા, સાયટિકા, સ્પોન્ડિલાઈટિસ જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. તેના પાન, ફૂલ, લાકડું બધું જ લાભદાયી હોય છે. તેનો ઉકાળો નિયમિત રીતે પીવાથી શરીર સ્વસ્થ રહે છે.

પારિજાતના પાન, છાલ, ફૂલ, લગભગ 5 ગ્રામ લઈને 200 ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી ઘટીને એક ચતુર્થાંશ રહી જાય, ત્યારે તેને કાઢીને ગાળી લો અને તેનું સેવન કરો.

પારિજાતના છોડમાં ફૂલ સપ્ટેમ્બરના અંતથી ડિસેમ્બરના અંત સુધી ખીલે છે. વાસ્તુમાં ભલે ઘણા છોડ ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવી હોય, પરંતુ પારિજાતનો છોડ ઘરમાં ઉગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ છોડ માત્ર સારી સુગંધવાળા ફૂલ જ નથી આપતો પરંતુ તમારા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના ફૂલોનો ઉપયોગ પૂજા અને આરતીમાં કરવામાં આવે છે અને તે ભગવાન શિવનું અતિપ્રિય ફૂલ પણ છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles