શિયાળાની ઠંડી ધીમે ધીમે પડી રહી છે. શિયાળામાં લોકો શરીરને ગરમ રાખવા અનેક પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ કેટલાક પીણાં શિયાળામાં શરીરને ગરમ રાખવામાં મદદ કરશે.
આપણા દેશના વિવિધ ભાગોમાં ઘણા પ્રાચીન અને પરંપરાગત પીણાં છે જે સ્વાદિષ્ટ અને શિયાળા માટે આરામદાયક પણ છે.
શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ચા-કોફી પીવાને બદલે આ બધાં પીણાં પીવાથી શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળશે. કાવો કાશ્મીરનું લોકપ્રિય પીણું છે
આ પીણું કેસર, તજ, લવિંગ, ખજૂર, ડ્રાય ફ્રૂટ નટ્સ, ચાના પાંદડા અને અન્ય ઘણી સામગ્રીઓથી બનાવવામાં આવે છે. તેને પીવાથી શરીર ગરમ રહે છે. દક્ષિણ ભારતમાં એક લોકપ્રિય વાનગીને રસમ કહેવાય છે. જો કે આ પીણું આખા વર્ષ દરમિયાન પી શકાય છે. પરંતુ શિયાળામાં બીમારીઓથી પોતાને સ્વસ્થ રાખવા માટે તેનું સેવન કરી શકાય છે.
શિરા ઉત્તર ભારતમાં લોકપ્રિય પીણું છે. શરદી, ખાંસી, ગળામાં ખરાશ માટે તેને શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. ઘી, મરી, ગોળ, ચણાનો લોટ, સોજી, હળદરથી બનાવવામાં આવે છે, જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
હલ્દી દૂધ એક ખૂબ જ પૌરાણિક અને પરંપરાગત પીણું છે. શિયાળામાં હળદર ભેળવીને એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. આનાથી અનેક ફાયદા થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)