fbpx
Thursday, December 26, 2024

સવારે આ વસ્તુનું સેવન કરો, શરદી-ખાંસી જડમૂળથી મટી જશે

શિયાળામાં શરદી અને ઉધરસ ઝડપથી થઈ જાય છે. શરદી, ઉધરસનો એક વાર ચેપ લાગી જાય તો સરળતાથી મટતા પણ નથી. ઘણા લોકોને તો શિયાળાની શરૂઆતથી જ શરદી ઉધરસની સમસ્યા રહેવા લાગે છે. સવારના સમયે નાક બંધ હોય છે અને ગળામાં પણ તકલીફ રહે છે. આવી તકલીફ તમને પણ રહેતી હોય તો સવારે વાસી મોઢે આ વસ્તુ પીવાની શરૂઆત કરી દો. સવારે આ દેશી નુસખો અજમાવી લેશો તો શરદી ઉધરસની સમસ્યા જડમૂળથી દૂર થઈ જશે.

શરદી ઉધરસના ઘરેલુ ઉપાય 

તુલસી અને મધની ચા 

સવારે જાગીને સૌથી પહેલા તુલસી અને મધની ચા પીવી જોઈએ. તેનાથી શરદી અને ઉધરસથી રાહત મળી જાય છે. આ ચા બનાવવા માટે બસ ત્રણ વસ્તુની જરૂર પડશે. એક ગ્લાસ પાણીને ગરમ પાણીમાં ઉકાળો અને તેમાં તુલસીના પાન ઉમેરો. સાથે જ તેમાં કાળા મરીને વાટીને ઉમેરી પાંચ મિનિટ ઉકાળો. પાણીનો રંગ બદલી જાય પછી તેને ગાળી લો. હવે આ ચામાં નો મધ ઉમેરીને પી લેવું. રોજ સવારે આ ચા પીવાની શરૂઆત કરશો તો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધી જશે. 

મીઠાવાળા પાણીથી કોગળા 

આ સિવાય સવારે અને સાંજે હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને તેનાથી કોગળા કરવાનું રાખો. આ રીતે કોગળા કરશો તો કફ નીકળવા લાગશે અને ગળાને પણ રાહત મળશે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને 20 થી 30 સેકન્ડ માટે મોઢામાં રાખો અને પછી કોગડા કરી તેને કાઢી નાખો. 

આદુ, તજ અને હળદરની ચા 

આદુ, તજ અને હળદર ત્રણેય વસ્તુઓ ગુણકારી છે. આ વસ્તુઓ શિયાળામાં થતી તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક ગ્લાસ પાણીને ધીમા તાપે ઉકાળો અને તેમાં આદુના ટુકડા તજનો પાવડર અને ચપટી હળદર મિક્સ કરો. પાણીને ઉકાળ્યા પછી ગાળીને ગરમ હોય ત્યારે જ પી લેવું.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles