આપણા જીવનકાળમાં કરેલા કર્મો પર હંમેશા શનિદેવનું ધ્યાન હોવાનું કહેવાય છે. શનિદેવ વ્યક્તિને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. તેમને ન્યાયના દેવતા તરીકે પણ ગણવામાં આવે છે. પરંતુ શનિદેવનું નામ સાંભળતા જ સામાન્ય રીતે લોકોમાં ડર પેસી જતો હોય છે. હકીકતમાં જ્યોતિષમાં શનિદેવતાને ન્યાયના દેવતા કહે છે. એવું કહેવાય છે કે તેઓ તમામને કર્મો પ્રમાણે ફળ આપે છે. જ્યારે સનાતન ધર્મ મુજબ સપ્તાહમાં શનિવારને શનિદેવ પૂજા માટે વિશેષ દિવસ ગણવામાં આવે છે.
શનિવારનો કારક ગ્રહ શનિ જ છે. કોઈ પણ ખરાબ કામ તેમનાથી છૂપાયેલું રહેતું નથી. શનિદેવ દરેકને ખરાબ કામોનું ફળ ચોક્કસ આપે છે. જો ભૂલ જાણી જોઈને કરી હોય તો તેના માટે પણ અને જો અજાણતા થઈ હોય તો. એમ બંને પ્રકારે ભૂલો પર શનિદેવ પોતાની નજર રાખે છે. આથી તેમની પૂજાનું ખુબ મહત્વ છે.
શનિદેવની સાથે જ આ દિવસે હનુમાનજીની પૂજા કરવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી છે. આ સંબંધમાં અનેક કથાઓ પ્રચલિત છે. પૌરાણિક કથા મુજબ પ્રાચીન સમયમાં શનિદેવને પોતાની શક્તિઓ પર ખુબ ઘમંડ થઈ ગયો હતો. જ્યારે તેમને ખબર પડી કે હનુમાનજી પણ ખુબ શક્તિશાળી છે તો શનિદેવ તેમની સાથે યુદ્ધ કરવા માટે પહોંચી ગયા. શનિદેવે હનુમાનજીને લલકાર્યા. તે સમયે તેઓ પોતાના આરાધ્ય પ્રભુ શ્રીરામનું ધ્યાન ધરી રહ્યા હતા.
હનુમાનજી ગુસ્સે થયા
હનુમાનજીએ શનિને પાછા ફરવા માટે કહ્યું પરંતુ શનિ યુદ્ધ કરવા માટે વારંવાર લલકારી રહ્યા હતા. હનુમાનજી પણ ક્રોધિત થઈ ગયા અને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. બંને વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. હનુમાનજીએ શનિદેવ પર એવા પ્રહાર કર્યા જેનાથી તેઓ બચી શક્યા નહીં અને ઘાયલ થઈ ગયા. ત્યારબાદ શનિદેવે ક્ષમા માંગી. હનુમાનજીએ તેમને ક્ષમા આપી અન ઘા પર લગાવવા માટે તેલ આપ્યું. તેલ લગાવતા જ શનિદેવના ઘા ઠીક થઈ ગયા અને દુખાવો જતો રહ્યો. શનિદેવે હનુમાનજીને કહ્યું કે હવેથી જે પણ ભક્ત તમારી પૂજા કરશે તેમણે શનિના પ્રકોપનો સામનો કરવો પડશે નહીં. ત્યારથી શનિદેવની સાથે સાથે હનુમાનજીની પણ પૂજા કરવાની પરંપરા શરૂ થઈ ગઈ.
એક અન્ય કથા મુજબ શનિને રાવણની કેદથી હનુમાનજીએ કાઢ્યા હતા અને આવામાં શનિદેવને કેદમાં મળેલા ઘાથી શનિદેવને દુખાવો થતો હતો. આ જોઈને હનુમાનજીએ શનિદેવને ઘા પર લગાવવા માટે તેલ આપ્યું. તેલ લગાવતા જ શનિદેવના ઘા ઠીક થઈ ગઆ અને દુખાવો દુર થઈ ગયો. શનિદેવે હનુમાનજીને કહ્યું કે હવેથી જે પણ ભક્ત તમારી પૂજા કરશે તેમણે શનિના દોષનો સામનો કરવો પડશે નહીં. ત્યારથી શનિની સાથે જ હનુમાનજીની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ ગઈ.
શનિદેવની પૂજા કરવાની વિધિ
દર શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જો પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી શનિદેવની કૃપા થાય છે અને ગ્રહોની દશા પણ સુધરે છે. દર શનિવારે મંદિરમાં સરસવનું તેલ કે દીવો પ્રગટાવો અને ધ્યાન રાખો કે આ દીવો તેમની મૂર્તિ આગળ નહીં પરંતુ મંદિરમાં રાખેલી તેમની શિલા સામે પ્રગટાવવો અને રાખો. જો આસપાસ શનિ મંદિર ન હોય તો પીપળાના ઝાડ પાસે તેલનો દીવો પ્રગટાવો. જો તે પણ ન હોય તો સરસવનું તેલ ગરીબોને દાન કરો. શનિદેવને તેલની સાથે જ તલ, કાળા અડદ કે કોઈ કાળી વસ્તું ભેટ કરો. ભેટ બાદ શનિ મંત્ર કે પછી શનિ ચાલીસાનો જાપ કરો. શનિ પૂજા બાદ હનુમાનજીની પૂજા કરો. તેમની મૂર્તિ પર સિંદૂર લગાવો અને કેળા ચડાવો.
શનિદેવની પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરો
ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:।।
ધ્યાન રાખો કે શનિવારના દિવસે ભક્તોએ હનુમાન પૂજન બાદ જ શનિ પૂજન કરવું જોઈએ. શનિદેવની પૂજા સમયે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવો. એવું કહેવાય છે કે શનિવારના દિવસે હનુમાનજીના પૂજન બાદ શનિદેવનું પૂજન કરવાથી ઘરમાં ખુશહાલી રહે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)