સનાતન ધર્મમાં ખરમાસને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે જ્યાં સુધી ખરમાસ લાગેલું હોય, ત્યાં સુધી શુભ અને માંગલિક કાર્ય વર્જિત રહે છે. આ જ કારણ છે કે આ સમયમાં લગ્ન જેવા શુભ કાર્ય ટાળવામાં આવે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણું અને સૂર્ય દેવની આરાધના કરવામાં આવે છે, જેનાથી જાતકના જીવનમાં વૈભવ-સુખની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન અમુક કાર્ય ભૂલથી પણ ના કરવા જોઈએ, નહીં તો જીવનમાં ઘણા પ્રકારના સંકટ શરૂ થઈ જાય છે.
ક્યારથી શરૂ થઈ રહ્યા છે ખરમાસ?
હિન્દુ પંચાંગ અનુસાર, આ વખતે સૂર્ય દેવ 15 ડિસેમ્બરે રાત્રે 10.19 મિનિટ પર ધન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તેની સાથે જ ખરમાસની શરૂઆત થઈ જશે. આ ખરમાસનું સમાપન 14 જાન્યુઆરીએ થશે, જ્યારે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે.
ખરમાસમાં શું ના કરવું જોઈએ?
ખરમાસ દરમિયાન ભૂલથી પણ તામસિક ભોજન લેવું જોઈએ નહીં. તે દરમિયાન નવું વાહન ખરીદવું કે મકાનનું નિર્માણની શરૂઆત કરવી પણ અશુભ માનવામાં આવે છે. જ્યા સુધી ખરમાસ રહે છે, તે સમયમાં સગાઈ વિવાહ, મુંડન અથવા તો ગૃહ પ્રવેશ કરવો વર્જિત માનવામાં આવે છે. આ દરમિયાન કોઈના સાથે વાદ વિવાદ કરવાથી બચવું જોઈએ.
ખરમાસમાં શું કરવું?
ધાર્મિક વિદ્વાનોના મતે, ખરમાસ દરમિયાન રોજ ભગવાન વિષ્ણું અને સૂર્ય દેવની પુજા કરવી જોઈએ. આ દરમિયાન રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને સૂર્યને અર્ધ્ય આપીને તેમના મંત્રોનો જાપ કરો. માનસિક શાંતિ મેળવવા માટે ખરમાસ દરમિયાન ધ્યાન યોગ કરવો જોઈએ. ખરમાસના સમય દરમિયાન પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન આપો.
આ ઉપાયોથી કરો સૂર્ય દેવને પ્રસન્ન
ખરમાસ દરમિયાન અમુક ઉપાય કરીને સૂર્ય દેવને પ્રસન્ન કરવાનું વિધાન છે. આ સમયમાં તમે સૂર્ય દેવને અર્ધ્ય અને પુજા બાદ ગોળ, દૂધ અને ચોખા સહિત અમુક ચીજોનું દાન કરવું જોઈએ. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે અને જાતકને પોતાના આર્શીવાદ આપે છે. જેનાથી જાતકની તમામ ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)