fbpx
Saturday, December 28, 2024

ભોલેનાથને સૌથી વધુ પ્રિય છે આ રાશિઓ, જાતકોના તમામ કામ પાડે છે પાર

હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ખુબ મહત્વપૂર્ણ ગણાય છે. કારણ કે આ વાર દેવોના દેવ મહાદેવને સમર્પિત હોય છે. આથી સોમવારેના દિવસે ભગવાન શિવની પૂજા સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. આમ તો  ભગવાન શિવ તમામ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે પરંતુ જો જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો 12 રાશિઓમાંથી એવી કેટલીક રાશિઓ છે જે ભગવાન શિવને ખુબ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ રાશિઓ પર ભોલેનાથની ખુબ કૃપા વરસે છે અને તેમને દરેક મુશ્કેલીમાંથી બચાવે પણ છે. આવામાં જાણો ભગવાન શિવને પ્રિય રાશિઓ  કઈ કઈ છે. 

મેષ

મેષ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિવાળા ઉર્જાથી ભરેલા રહે છે અને હંમેશા આગળ વધવાની કોશિશ કરે છે. જ્યોતિષ મુજબ ભગવાન શિવની કૃપાથી તેમના દરેક બગડેલા કામ પાર પડે છે. કરિયર અને વેપારમાં તેમને સફળતા મળે છે. ભોલેનાથ દરેક મુશ્કેલીમાંથી તેમના માટે રસ્તો કાઢે છે. આ રાશિના જાતકોએ સોમવારના દિવસે તાંબાના લોટામાં થોડો ગોળ અને લાલ ચંદન ભેળવીને શિવલિંગ પર ચડાવવું જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનની પરેશાનીઓ દૂર કરે છે. 

કર્ક

કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે જે  ખુબ ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે. આથી આ રાશિ પણ ભગવાન ભોળેનાથને પ્રિય માનવામાં આવે છે. આ રાશિના લોકોનો સ્વભાવ શાંત અને ધૈર્યવાન હોય છે. આથી શિવજી તેમને ખુબ પસંદ કરે છે. ભગવાન શિવ તેમને દરેક મુશ્કેલીમાં મદદ કરે છે અને હંમેશા સુરક્ષિત રાખે છે. આ રાશિના જાતકો સોમવારના દિવસે ચાંદીના લોટાથી શિવલિંગ પર દૂધ અર્પણ કરે. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવશે. 

તુલા

તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો આધ્યાત્મિક સ્વભાવના હોય છે. શિવજી તેમની આધ્યાત્મિકતા પસંદ કરે છે અને દરેક પળે તેમની મદદ કરવા માટે તૈયાર રહે છે. ભગવાન શિવ આ રાશિના લોકોનું દરેક કામ  પાર પાડે છે. તુલા રાશિવાળા જાતકો સોમવારે પાણીમાં થોડી મિસરી ભેળવીને શિવલિંગ પર અર્પણ કરે અને સાથે આ મંત્રનો જાપ કરે. મંત્ર  છે…’ॐ नमः शिवाय’.

મકર

મકર રાશિના સ્વામી શનિ છે અને શનિ ભગવાન શિવને પોતાના આરાધ્ય માને છે. આ કારણે શિવજી મકર રાશિના લોકો પર પોતાની વિશેષ કૃપા રાખે છે. આ રાશિના લોકો ખુબ મહેનતુ હોય છે અને શિવજીની મદદથી દરેક સમસ્યા પાર કરે છે. મકર રાશિના જાતકો સોમવારના દિવસે શિવલિંગ પર જળમાં કાળા તલ ભેળવીને અર્પણ કરે. 

કુંભ

કુંભ રાશિના લોકો ઈમાનદાર અને બીજાનું ભલું કરનારા હોય છે. તેમની સચ્ચાઈ અને નેકદીલી ભગવાન શિવને ખુબ  પસંદ પડે છે. શિવજી તેમની રક્ષા કરે છે અને તેમને જીવનમાં સફળતા અપાવે છે. શિવજીની કૃપાથી તેઓ જીવનમાં ખુબ આગળ વધે છે અને નામના મેળવે છે. કુંભ રાશિવાળા જાતકોએ સોમવારે શિવરિંગ પર શેરડીનો રસ ચડાવવો જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles