fbpx
Monday, November 25, 2024

વ્યાયામ કર્યા વિના પણ તમે વજન ઘટાડી શકો છો, દરરોજ આ ટિપ્સ અનુસરો

શું તમે પણ દિવસ દરમિયાન કસરત કરવા માટે સમય કાઢી શકતા નથી? તો તમારે કેટલીક ટિપ્સને નિયમિત ફોલો કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ પ્રકારની ટિપ્સ ફોલો કરી તમે તમારા વધતા વજન પર કાબુ કરી શકો છો. વજન કંટ્રોલ કરવા માટે તમે પૌષ્ટિક તત્વોથી ભરપૂર કેટલીક વસ્તીને તમારા ડેલી રૂટીનમાં સામેલ કરી શકો છો. આ સિવાય તમારે કેટલીક અનહેલ્ધી વસ્તુથી દૂર રહેવું પડશે, ત્યારે તમારી વજન ઘટાડવાની યાત્રા સરળ બની જશે. 

હૂંફાળું પાણી પીવો:

દરરોજ સવારે નવશેકું પાણી પીવાથી તમારા મેટાબોલિઝમને ઘણી હદ સુધી વેગ મળે છે. આ જ કારણ છે કે સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે ઘણીવાર હૂંફાળું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

ખાંડવાળી વસ્તુથી રહો દૂરઃ 

તમારે ખાંડથી દૂર રહેવું જોઈએ. હકીકતમાં ખાંડ વજન વધવાનું કારણ બની શકે છો. જો તમને સ્વીટ વસ્તુ ખાવાનું ક્રેવિંગ છે તો તમે ખાંડની જગ્યાએ ગોળનો મર્યાદિત ઉપયોગ કરી શકો છો. 

જરૂરી છે ફિઝિકલ એક્ટિવિટીઃ 

જો તમે એક્સરસાઇઝ કરી શકતા નથી તો કોઈ વાત નહીં. પરંતુ તમારી વેટ લોસ જર્નીને સરળ બનાવવા માટે તમારે કોઈને કોઈ ફિઝિકલ એક્ટિવિટીને તમારા ડેલી રૂટીનનો ભાગ બનાવવો જોઈએ. તમે વોકિંગ કે સીડીઓ ચડવાનું શરૂ કરી શકો છો. 

બેલેન્સ્ડ ડાયટ પ્લાનઃ 

શરીરમાં જમા એક્સ્ટ્રા ફેટ બર્ન કરવા માટે હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટ પ્લાનને ફોલો કરવો ખુબ જરૂરી છે. મોટાપાથી છુટકારો મેળવવા માટે તમે ફાઇબર રિચ ફૂડ આઈટમ્સની મદદ પણ લઈ શકો છો. 

ધ્યાન રાખવાની વાતઃ 

વધુ તણાવ લેવાથી વજન વધે છે. તેથી તમારી વેટ લોસ જર્ની સરળ બનાવવા માટે તમારે સ્ટ્રેસને મેનેજ કરવાનું શીખવું પડશે. 

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles