fbpx
Tuesday, November 26, 2024

ઓરેન્જ એ શિયાળાનું સુપરફૂડ છે, સ્વસ્થ રહેવા માટે તેને રોજ ખાઓ

નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ તમારી સ્કિન, વાળ અને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. આ ફળ શિયાળાની પરેશાનીઓ સામે આપણા શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શું તમે જાણો છો કે ઠંડીની સિઝનમાં દરરોજ એક નારંગી ખાવાથી તમને કેટલો ફાયદો થઈ શકે છે? જો નહીં, તો આજે તમને આ લેખમાં જાણવા મળશે, જે જાણ્યા પછી તમે પણ તેને તમારી ડાઈટનો ભાગ બનાવશો…’

શિળાયામાં નારંગી ખાવાના ફાયદા

નારંગીમાં ફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોયડ સહિત ઘણા પ્રકારના એન્ટ્રીઓક્સીડેન્ટ હોવાથી શરીરને ફ્રી રેડિકલ્સને બેઅસર કરવામાં મદદ કરે છે. જેના કારણે ઓક્સીડેટિવ તણાવથી સુરક્ષા મળે છે.
 
આ એન્ટીઑકિસડન્ટથી ભરપૂર તત્વ સેલ્યુલર સ્વાસ્થ્યમાં યોગદાન આપે છે અને જૂની બીમારીઓ સામે લડવાની ક્ષમતા વિકસાવે છે. શિયાળામાં નારંગીનો નિયમિત સેવન વધુ સારી રીતે હાઇડ્રેશનમાં યોગદાન આપી શકે છે, કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.

આમાં રહેલ ફાઈબર બ્લડ શુગર લેવરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. નારંગીનું સેવન હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. તેમજ નારંગીમાં ફાઈબર હોવાના કારણે વજન ઘટાડવામાં મદદ કરે છે.

કોણે ન ખાવું જોઈએ

નારંગીમાં ફાઈબરની માત્રા વધુ પ્રમાણ હોય છે. એવામાં તેનું વધારે સેવન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત ખાટા ફળોથી એલર્જી અથાવા કિડની સમસ્યા જેવી કેટલીક બીમારીઓમાં નારંગી ન ખાવી જોઈએ.

નારંગી ક્યા સમયે ખાવી જોઈએ

નારંગીને ઠંડીની સિઝનમાં 12 વાગ્યાની આસપાસ એટલે કે બોપરના સમયે ખાવી જોઈએ. સાંજે અથવા રાતના સમયે ખાવાથી બચવું જોઈએ.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles