fbpx
Monday, January 27, 2025

બદલાતા હવામાન સામે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી બચાવવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાય

બદલાતા હવામાન અને હવામાં વધતા પ્રદૂષણને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે આ આયુર્વેદિક ઉપાયો અજમાવો. આવા હવામાનમાં પ્રદૂષણથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાચી હળદર સાથે દૂધનો ઉકાળો પીઓ, તેમાં થોડો ગોળ ઉમેરીને દરરોજ રાત્રે સૂતા પહેલા પીવો. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

જેમ જેમ પ્રદૂષણ વધે છે,તેમ હવામાં રજકણ અને કાર્બન વધવા લાગે છે, જે શ્વાસ સાથે તમારા ફેફસામાં જમા થાય છે. ફેફસાંને સાફ કરવા માટે તમે ઘરે હર્બલ ટી બનાવીને પી શકો છો. આમાં તુલસી, તજ, આદુ વગેરેને પીસીને પાણીમાં ગોળ નાખી ઉકાળો અને સવાર-સાંજ તેનું નિયમિત સેવન કરો. આ હર્બલ ટી તમારા આખા શરીરને સાફ કરવામાં મદદરૂપ સાબિત થશે.

જો તમે તમારા ગળાને સાફ રાખવા માંગો છો, તો નિયમિત કિસમિસને શેકીને અને કાળા મરી અને સેંધા મીઠું સાથે તેનું સેવન કરો.આમ કરવાથી તમારા ફેફસાં અને ગળું બંનેની તકલીફ દૂર થશે.

આવા હવામાનમાં પ્રદૂષણથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાચી હળદર સાથે દૂધનો ઉકાળો પીઓ, તેમાં થોડો ગોળ ઉમેરીને દરરોજ રાત્રે સૂતા પહેલા પીવો. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

બદલાતા હવામાન અને પ્રદૂષણ બંનેના કારણે શરીર પર બેવડી અસર થાય છે અને શરદી અને ઉધરસની સમસ્યા ઊભી થાય છે. આવી સ્થિતિમાં તમારી જાતને બચાવવા માટે તમે ગરમ પાણીમાં અજમો નાખીને સ્ટીમ લઈ શકો છો. સ્ટીમ લેતી વખતે ધ્યાન રાખો કે તમારું શરીર સારી રીતે ઢંકાયેલું હોય જેથી તમને પરસેવો થાય.

તમે લીમડાના ગુણોથી સારી રીતે વાકેફ હશો. લીમડો તેની આસપાસના વાતાવરણમાંથી પ્રદૂષિત હવાને શોષી લે છે, તેથી તમે તમારા ઘરની આસપાસ લીમડાના બને એટલા વધારે વૃક્ષ વાવો. તમે લીમડાના પાન પણ ખાઈ શકો છો, તે તમારા લોહીને શુદ્ધ કરે છે.

કાળી મિર્ચ અને તુલસીના પાંદડાઓને પાણીમાં ઉકાળીને કહાવો બનાવો. આ કહાવો બે વાર પીવાથી ગળાની ખરાશ દૂર થાય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles