મંગળવારના દિવસે રામ ભક્ત હનુમાનની પુજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે બજરંગબલીની પુજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પવનપુત્ર હનુમાન પોતાના ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે. તેના સિવાય ધાર્મિક માન્યતા એવી પણ છે કે મંગળવારના દિવસે મારૂતિ નંદનની પુજા કરવાથી વ્યક્તિ શનિના પ્રકોપથી બચી જાય છે. એવામાં જ્યોતિષ આ વાતની સલાહ આપે છે કે મંગળવારના દિવસે બજરંગબલીની પુજા કરો. સાથએ જ્યોતિષની સલાહ છે કે આ દિવસે શું ના કરવું જોઈએ.
મંગળવારના દિવસે કોઈ પણ વ્યક્તિએ વાળ અને નખ ના કાપવા જોઈએ. કારણ કે એવું કરવું અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી મંગળ દેવ અને હનુમાનજી નારાજ થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં અનિષ્ટ ઘટનાઓ ઘટવાની સંભવનાઓ વધી જાય છે. સાથે ધનનો નાશ થાય છે. આ કારણે મંગળવારના દિવસે વાળ, દાઢી અને નખ કાપવા જોઈએ નહીં.
આ ચીજોનું ના કરો સેવન
ધાર્મિક માન્યતા અનુસાર મંગળવારના દિવસે માંસ-દારૂથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ તમામ ચીજો તામસિક પ્રવૃતિની માનવામાં આવે છે જ્યારે બજરંગબલી સાત્વિક પ્રકૃતિના દેવતા છે. જો મંગળવારના દિવસે તમે આ ચીજોની અવગણના નહીં કરો તો હનુમાનજી નારાજ થઈ શકે છે. જેનું ખરાબ પરિણામ તમારા સ્વાસ્થ્ય, કરિયર અને પરિવાર પર પડી શકે છે.
વ્રતના સમયે રાખો આ ચીજોનું ધ્યાન
જો કઈ પણ શખ્સ મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત કરે છે તો તેણે વ્રત દરમિયાન મીઠાનું સેવન ના કરવું જોઈએ. જો વ્રત દરમિયાન તમે મીઠાનું સેવન કર્યું તો તે ભંગ માનવામાં આવે છે. સાથએ વ્રતનું ફળ પણ મળતું નથી. ભક્તોને સલાહ આપવામાં આવે છે કે વ્રત દરમિયાન પુજા કર્યા બાદ બજરંગબલીની આરતી જરૂર કરો. આવું કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)