ઘરમાં ચાંદીની મૂર્તિ રાખવા પર વિવિધ ધાર્મિક, વૈજ્ઞાનિક અને સુખ-શાંતિ સંબંધિત ફાયદા માનવામાં આવે છે. અહીં તેના ફાયદા વિગતે જણાવવામાં આવ્યા છે. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં પણ કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,જેની ઘરમાં હાજરી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ચાંદીને આરોગ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે.ચાંદી ઘરના વાતાવરણમાં પોઝિટિવ ઊર્જાનું સંચાર કરે છે, જે ફાયદાકારક છે.
એવું કહેવાય છે કે ઘરમાં ચાંદી રાખવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે જો તમે ચાંદીની બનેલી આ મૂર્તિને ઘરમાં રાખો છો, તો એવું કહેવાય છે કે તમને જીવનમાં આર્થિક સહિત કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે.
જો આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ માનીએ તો ઘરમાં દેવી લક્ષ્મીની ચાંદીની ફ્રેમવાળી તસવીર રાખવી જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ચાંદીથી બનેલી દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સિવાય ધનની સંભાવનાઓ પણ સર્જાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના લગ્નજીવનમાં કોઈ સમસ્યા કે મુશ્કેલીઓ આવી રહી હોય તો તેણે હંમેશા ચાંદીથી બનેલી દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવી જોઈએ. આ સિવાય ચાંદીથી બનેલી દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવાથી આર્થિક તંગી પણ દૂર થાય છે અને વૈવાહિક જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.
જો તમને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે, તો તમારે તમારી ઓફિસ, દુકાન અથવા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં દેવી લક્ષ્મીની ચાંદીની મૂર્તિ રાખવી જોઈએ. તેમજ જો આ મૂર્તિને તિજોરીમાં રાખવામાં આવે તો તે ક્યારેય ખાલી થતી નથી. આમ કરવાથી પ્રગતિના ચાન્સ છે. સાથે જ ઘરમાં દેવી લક્ષ્મીની ચાંદીની મૂર્તિ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ મંગલમય રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)