જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ ગ્રહનું પણ વિશેષ સ્થાન છે. જ્યોતિષશાસ્ત્રમાં આ ગ્રહોને માયાવી અને પાપી ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2025માં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે. 18 મે 2025 ના રોજ રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં અને કેતુ કન્યા રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે આ બે ગ્રહ કોઈ પર મહેરબાન થાય છે તો તેનું ભાગ્ય ચમકાવી દે છે. વર્ષ 2025માં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરીને 5 રાશિના લોકોને આવો જ ફાયદો કરાવશે. તો ચાલો તમને જણાવીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
રાહુ અને કેતુ આ રાશિના લોકોને કરાવશે ફાયદો
મેષ
મેષ રાશિના લોકો માટે વર્ષ 2025 નું વર્ષ શુભ રહેવાનું છે. અચાનક ધન લાભ થઈ શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે. પરિવારનો સહયોગ મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. અટકેલા કામ પુરા થશે. જીવનમાં ખુશહાલી આવશે.
મિથુન
મિથુન રાશિના લોકોને પણ વર્ષ 2025 માં સારા સમાચાર મળી શકે છે. ઘરની સ્થિતિ મજબૂત થશે. પ્રગતિના રસ્તા ખુલશે. સંઘર્ષ ઓછો થશે. વિદેશ યાત્રાના પણ યોગ બની શકે છે. વાહન સુખ મળવાની સંભાવના. નવું વર્ષ ખુશીઓથી ભરેલું હશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુ અને કેતુનું ગોચર ફાયદાકારક રહેશે. માંગલિક કાર્ય થઈ શકે છે. લગ્નના યોગ પણ બની શકે છે. મહેનત કરવી પડશે પરંતુ ફાયદો મોટો થશે. સંપત્તિ કે વાહન ખરીદવાની તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
મકર
મકર રાશિ લોકોને મહેનતનું ફળ મળશે. રાહુ અને કેતુની કૃપાથી ધન લાભ સારો એવો થશે. નવા વર્ષમાં યાત્રાઓ વધારે થશે. પરિવાર સાથે સંબંધ સારા રહેશે. જીવનમાં સ્થિરતા આવશે. સમય ફાયદાકારક.
મીન
મીન રાશિના લોકો માટે પણ સમય લાભકારી. કાર્યમાં નવી તક મળશે. માંગલિક કાર્ય પર ખર્ચ થઈ શકે છે. નોકરી કરતા લોકોને સફળતા મળશે. અટકેલા કામ પુરા થશે. વિદેશ યાત્રાના પણ યોગ છે. જીવનમાં ખુશીઓ વધશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)