fbpx
Monday, January 27, 2025

વર્ષોની કબજિયાત પણ દવા વગર જતી રહેશે, શિયાળામાં તમારા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો

આજના સમયમાં કબજિયાત એવી સમસ્યા થઈ ગઈ છે જેનાથી અનેક લોકો પરેશાન હોય છે. શિયાળામાં કબજિયાતની તકલીફ વધી જતી હોય છે. તેનું કારણ છે કે ઠંડી હવાના કારણે પાણી ઓછું પીવાય છે અને ઓછું પાણી પીવાતું હોવાના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે અને પાચનતંત્રની ગતિ ધીમી પડી જાય છે. જોકે શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો આ વસ્તુઓને ડાઈટમાં સામેલ કરવાથી લાભ થાય છે. 

આજે તમને આ એવા ફૂડ વિશે જણાવીએ જે ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે પાચનતંત્રને સારી રીતે કામ કરતું રાખે છે. વર્ષો જૂની કબજિયાતની સમસ્યા હોય તો પણ આ વસ્તુઓને નિયમિત રીતે ડાયટમાં સામેલ કરશો તો દવા લેવાની જરૂર નહીં પડે. આ વસ્તુઓ ખાવાથી પણ પાચનતંત્ર સ્વસ્થ થઈ જાય છે અને કબજિયાત મટે છે. તો ચાલો તમને જણાવીએ શિયાળામાં કઈ ચાર વસ્તુઓ કબજિયાતથી મુક્તિ અપાવી શકે છે. 

ખજૂર 

ખજૂરની મદદથી કબજિયાતની તકલીફ મટી શકે છે. ખજૂરમાં કુદરતી શર્કરા હોય છે અને સાથે જ ફાઇબર અને મિનરલ્સ પણ હોય છે. તે પાચનતંત્રને દુરસ્ત રાખે છે. શિયાળામાં ખજૂર અને દૂધ સાથે ઉકાળીને પીવાથી કબજિયાતની સમસ્યામાં તુરંત રાહત મળી શકે છે. દૂધ સિવાય ખજૂરને પાણી સાથે પણ લઈ શકાય છે. તેના માટે 3 ખજૂરને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખાલી પેટ પલાળેલા ખજૂર ચાવીને ખાઈ લેવા. 

કઠોળ 

કઠોળમાં સૌથી વધારે ફાઇબર હોય છે. જે પાચનતંત્રને ઠીક કરવામાં મદદ કરે છે. કબજિયાતની તકલીફ હોય તો મગ, ચણા, રાજમા જેવા કઠોળને ડાયટમાં સામેલ કરો. આ વસ્તુઓનું સેવન કરવાથી આંતરડાની ગતિ વધે છે અને કબજિયાતની સમસ્યા ઓછી થાય છે. તમે દાળને બાફીને સૂપ તરીકે પણ લઈ શકો છો. 

શક્કરિયા 

શકરીયા ફાઇબર અને પોટેશિયમનો સૌથી શ્રેષ્ઠ સોર્સ છે. તેમાં પેક્ટિન અને ડાયેટરી ફાઇબર હોય છે જે આંતરડાની મોમેન્ટ વધારે છે. શક્કરિયાનું સેવન કરવાથી કબજિયાતની તકલીફ ઓછી થાય છે. શિયાળામાં શક્કરિયા ખાવાથી પાચનતંત્ર મજબૂત રહે છે શક્કરિયા ને બાફીને અથવા તો શેકીને ડાયટમાં સામેલ કરી શકાય છે. 

વરીયાળી 

વરીયાળી પેટને ઠંડક આપે છે અને પાચન પણ સુધારે છે. વરીયાળીમાં પણ ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે. તે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને કબજિયાતને દૂર કરી પેટની તકલીફો મટાડે છે. વરીયાળીના બીજને તમે ભોજન પછી મુખવાસ તરીકે ખાઈ શકો છો. આ સિવાય તમે તેને હૂંફાળા પાણી સાથે પણ પી શકો છો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles