પિતા : બેટા, ચાલ ગણિત પાકુ કર, મારા હાથમાં
કેટલી આંગળીઓ છે ?
પુત્ર : પપ્પા, હાથની અંદર તો એકપણ આંગળી નથી,
જે છે તે પંજા પર છે !
પિતા : સારું, સારું હવે, પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?
પુત્ર : શું પપ્પા ! તમારું ગણિત એટલું બધું કાચું છે કે
તમે જ તમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.
😅😝😂😜🤣🤪
બીટ્ટુ મૈસુરનો પેલેસ જોવા ગયો.
ટુરિસ્ટ ગાઈડે એને કહ્યું : સર, પ્લીઝ,
એ ખુરશી પર ન બેસતા.
બીટ્ટુ : કેમ ?
ગાઈડ : એ ટીપુ સુલતાનની છે !
બીટ્ટુ : અરે ગભરાય છે કેમ ?
એ આવશે એટલે હું ઊભો થઈ જઈશ,
ચિંતા ના કર યાર.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)