કવિ : બે પેન્ટ, બે શર્ટ, ચાર પાયજામાં.
શ્રોતા : વાહ… વાહ… વાહ… વાહ…
કવિ : બે પેન્ટ, બે શર્ટ, ચાર પાયજામાં.
શ્રોતા : વાહ… વાહ… વાહ… વાહ…
કવિ : આગળ શું બોલું તંબુરો?
આજે હું કવિતાની ડાયરીના બદલે
ભૂલથી ધોબીની ડાયરી લઇ આવ્યો છું,
અને તમે લોકો પણ દીધે રાખો છો…
વાહ….વાહ….વાહ
😅😝😂😜🤣🤪
દર્દી : ડૉ.સાહેબ, દવા લેવા છતાં મને આખી રાત ઊંઘ નથી આવતી.
કોઇ ઉપાય કરો પ્લીઝ.
ડોકટર: એક કામ કરો, રાત્રે સૂતી વખતે ઘેટાંની લાઈન જાય છે
એવી કલ્પના કરી ઘેટાં ગણવા માંડો, થોડી વાર પછી મગજ થાકે
એટલે ઊંઘ આવી જશે.
રાત્રે ૩ વાગે ડોક્ટરનો મોબાઈલ રણક્યો!
ડોકટરે ભરઊંઘમાંથી જાગીને ફોન ઉપાડયો.
દર્દી : સાહેબ, અત્યાર સુધીમાં ૮૯ હજાર ત્રણસો સાડત્રીસ ઘેટાં ગણ્યા.
ક્યાં સુધી ગણું?
ડોકટર : હવે રહેવા દો. આગળના ઘેટાં હું ગણું છું!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)