ઘરવાળા નો ઘરવાળી સાથે ઝગડો થયો…
ઘરવાળી પીયર ચાલી ગઈ અને કહેતી ગઈ કે હવે હું કદી પાછી નહિં આવું,
બે દિવસ પછી ઘરવાળાએ ઘરવાળીને ફોન કર્યો અને કયું :
પ્રિયે મારાથી ભૂલ થઈ ગઈ , મને માફ કરી દે, અને ઘરે પાછી આવ.
ઘરવાળી બોલી : નહિં આવુ ઘરે તમે મારું મન તૉડી નાખ્યું છે.
ઘરવાળો કહે : અરે મન ને મનાવી નાખ અને ઘરે પાછી આવ.
ઘરવાળી બોલી: તમારી બાજુમાં કોઈ ગ્લાસ છે કે ?
ઘરવાળો બોલ્યો: હા છે ને , પણ ! કેમ ?
એને જમીન પર જોરથી પછાડો.
ઘરવાળા એ ગ્લાસ ને જોરથી જમીન પર પછાળડ્યો…
ઘરવાળી બોલી: શું હવે તમે એ ટુટેલા ગ્લાસ ના ટુકડા ને ફરી જોડી શકો છો ?
ઘરવાળાએ કેટલો સરસ જવાબ આપ્યો મિત્રૉ સમજવા જેવૉ છે…
આપણા બંનેનો સબંધ કાચના ગ્લાસ જેવો સાવ તૂટી જાય તેવો નથી ગાંડી,
ગ્લાસ ટુટ્યો જ નથી સ્ટીલનો હતો ને…
ઘરવાળી કહે: તમે પણ ખરા છો, જાવાદો બધી વાતો, આવો સાંજે મને લેવા…
મિત્રો વાત તૉ રમુજી ટુચકા ની છે પણ કેટલો મોટો મર્મ આ હાસ્યમાં છૂપાયેલો છે
😅😝😂😜🤣🤪
![](https://gujaratimahek.com/wp-content/uploads/2025/02/2-2-13-819x1024.png)
જીવન માં આટલી બધી સંપત્તિ કમાઈને
શું કરશો? છેલ્લે મૃત્યુ પછી કાઈ પણ
સાથે નથી આવતું….
આવુ પ્રવચન આપનારા મહારાજ
એક કથા ના વિસ હજાર રૃપિયા લ્યે છે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)