દીકરો : મમ્મી, શું લવ મેરેજ કરવાથી ઘરવાળા નારાજ થાય છે?
મમ્મી : દીકરા તું જરૂર કોઈ ચુડેલના ચક્કરમાં હશે,
અને આ બધી વાત તને તે ડાયને જ કહી હશે.
છોકરીઓ તો ફક્ત છોકરાને ફસાવવામાં લાગેલી રહે છે,
જ્યાં સારો છોકરો દેખાય ત્યાં શરૂ થઈ જાય છે,
દીકરા એમનાથી બચીને રહેશે,
તે ઘણી બનાવટી અને દગાબાજ હોય છે,
અને તેમનું તો ખાનદાન પણ…
દીકરો (મમ્મીને બોલતા અટકાવતા) : બસ મમ્મી,
મારે એવું કોઈ ચક્કર નથી. આ તો પપ્પા કહી રહ્યા હતા કે,
તમારા બંનેના લવ મેરેજ થયા હતા એટલે જાણવા આવ્યો હતો.
😅😝😂😜🤣🤪

મરચાનો સ્વભાવ પણ પુરુષોની જેમ
તીખો હોય છે.
પણ મરચું ગમે તેવું તીખું કેમ ન હોય,
પત્નીઓ અથાણું બનાવીને જ રહે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)