ઉનાળામાં એવી વસ્તુઓ ખાવી પીવી જોઈએ જે શરીરને ઠંડક કરે. મોટાભાગના લોકો દિવસની શરુઆત ચા પીને કરે છે પરંતુ સવારે ખાલી પેટ ચા પીવાને બદલે ગરમીના દિવસોમાં હેલ્ધી વસ્તુઓ લેવી જોઈએ. સવારે ચા પીવાથી બોડી ડિહાઈડ્રેટ થાય છે અને બીમારી પણ વધે છે. પરંતુ જો તમે આ વસ્તુઓ સાથે દિવસની શરુઆત કરો છો તો તેનાથી શરીરને ઠંડક મળશે અને સાથે જ એનર્જી પણ જળવાઈ રહેશે.
લીંબુ પાણી
દિવસની શરુઆત લીંબુ પાણી પી ને કરી શકો છો. લીંબુ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે. હુંફાળા પાણીમાં લીંબુ, મધ મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.
નાળિયેર પાણી
નાળિયેર પાણી પણ તમે પી શકો છો. નાળિયેર પાણી ઈલેક્ટ્રોલાઈટથી ભરપુર હોય છે. જે શરીરને હાઈડ્રેટ રાખે છે અને શરીરનો થાક પણ દુર કરે છે. તે સ્કિન માટે પણ ફાયદાકારક છે.
સત્તુ ડ્રિંક
રોજ સવારે તમે સત્તુ પી ને દિવસની શરુઆત કરી શકો છો. સત્તુ પીવાથી શરીરને ઠંડક મળે છે. ગરમીના દિવસો માટે સત્તૂ સુપરફુડ છે. સત્તુમાં સંચળ, લીંબુ અને પાણી ઉમેરીને ટેસ્ટી ડ્રિંક બનાવી શકાય છે.
હર્બલ ટી
ચા ને બદલે તમે સવારે હર્બલ ટી પણ પી શકો છો. આ સૌથી બેસ્ટ ઓપ્શન છે. પાણીમાં તુલસી, આદુ, ફુદીનો ઉમેરી બરાબર ઉકાળો અને પછી તેને સવારના સમયે પી લો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)