18મી મેથી રાહુ અને શનિની યુતિ ભંગ થઈ રહી છે. જેના કારણે વિનાશકારી પિશાચ યોગ પણ સમાપ્ત થઈ રહ્યો છે. આ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. પરંતુ આમ છતાં રાહુને કર્મફળ સ્વામી શનિનો સાથ મળતો રહેશે. તેનાથી 3 રાશિઓનું ભાગ્ય પલટાઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે…
29 મારેચ કર્મફળના દાતા અને ન્યાયના દેવતા શનિનું મીન રાશિમાં ગોચર થયું ત્યારબાદ તેમની યુતિ ત્યાં બેઠેલા છાયા ગ્રહ રાહુ સાથે થઈ. શનિ અને રાહુની આ યુતિથી પિશાચ યોગનું નિર્માણ થયું હતું જે ખુબ જ અશુભ ગણાય છે. 18મી મેના રોજ આ બંને ગ્રહોની યુતિ ભંગ થઈ રહી છે. કારણ કે રાહુ રાશિ પરિવર્તન કરશે. રાહુ 18મી મેના રોજ સાંજે 4.30 કલાકે મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
રાહુના રાશિ પરિવર્તન બાદ પણ આ માયાવી ગ્રહને શનિનો સાથ મળતો રહેશે. કારણ કે કુંભ રાશિ શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ છે. આ રાશિમાં રાહુના બિરાજમાન થવાથી રાહુ બળવાન થાય છે અને પિશાચ યોગ ભંગ થઈ જાય છે. આ યોગ ભંગ થવાથી અને કુંભમાં રાહુના ગોચરની અસર આમ તો તમામ રાશિઓ પર વ્યાપક જોવા મળી શકે છે. પરંતુ 3 રાશિવાળાનું ભાગ્ય પલટાઈ શકે છે. કરિયર અને વેપારમાં તથા કામકાજમાં પ્રગતિ થશે. ધનલાભના યોગ બનશે. જાણો તે લકી રાશિઓ કઈ છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય ધન અને કરિયરમાં પ્રગતિનો છે. આ સમય દરમિયાન પૈસાના મામલે તમને મોટો ફાયદો થશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. રોકાણથી ફાયદો થશે અને નોકરી કે વેપારમાં પ્રગતિની તકો છે. પ્રમોશન કે નવી નોકરીની તક મળી શકે છે. જો તમે વેપાર કરશો તો વિદેશી કનેક્શનનો ફાયદો થશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું થશે, જૂની બીમારીઓમાંથી રાહત મળશે. કોઈ ગુપ્ત દુશ્મનથી સાવધ રહેજો, જો કે ગભરાતા નહીં કારણ કે ગ્રહ તમારા પક્ષમાં છે.
કન્યા
કન્યા રાશિના જાતકો આ દરમિયાન પહેલા કરતા સારું મહેસૂસ કરશે. જે તેમના જીવનમાં પણ જોવા મળશે. પિશાચ યોગથી મુક્તિ બાદ રાહુના પ્રભાવથી માનસિક તણાવ ઓછો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતી અડચણો દૂર થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારો સમય છે. નોકરીમાં સ્થિરતા આવશે. સરકારી કામોમાં સફળતા મળશે. નવી તકો સામે આવવાથી આવકના નવા રસ્તા ખુલશે. સંબંધોમાં મિઠાશ વધશે. લગ્નનો પ્રસ્તાવ પણ આવી શકે છે. ખર્ચાઓને કંટ્રોલમાં રાખો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.
મકર
મકર રાશિવાળા માટે કુંભ રાશિમાં રાહુનું ગોચર ખુબ લાભકારી રહી શકે છે. કારણ કે રાહુ પર શનિની શુભ અસર રહેશે. શનિ અને રાહુની આ સ્થિતિ તમારા નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત કરશે. ભાગ્ય તમને સાથ આપશે. રોકાણ અને પ્રોપર્ટી સંલગ્ન કામોમાં ફાયદો થશે. લાંબા સમય સુધી ચાલનારા ફાયદા થશે. બિઝનેસ પાર્ટનરશીપથી લાભ થશે. નવી યોજનાઓ સફળ થશે. તમારી શક્તિ અને સફળતાનો સમય સિદ્ધ થશે. આત્મવિશ્વાસ રાખો, પરંતુ વધુ આત્મવિશ્વાસ ન દેખાડો, ત્યારે જ તમામ કામ તમારા પૂરા થશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)