રઘો કહે : હુ આઠ વરહનો હતો ત્યારથી મને “લોકશાહી” ઉપરથી ભરોસો
ઉઠી ગયો તો મે પુછ્યુ : કેમ.?
તો કહે : ઉનાળુ વેકેશન હતુ બાપાએ અમને પુછ્યુ કે
“દાદાજી” ના ઘરે જાવુ છે, કે “નાનાજી” ના.?
અમે બધા ભાઈ-બહેનોએ બુમ પાડીને કહ્યુ : “દાદાજી” ના ઘરે પણ
એકલી મમ્મીએ “નાનાજી” ના ઘરે જાવાનુ કહ્યુ…
“બહુમતિ” અમારી હતી એટલે મમ્મી હારી ગઈ.
અને અમે ખુશ થાતા સુઈ ગયા સવારે મમ્મી વાળ ઓળતા ઓળતા
હસીને કહે : બધાય તૈયાર થઈ જાવ આપણે “નાનાજી” ના ઘરે જાવાનું છે.
અમે બધા બાપા સામે આંખો ફાડીને જોતા હતા…
બાપા નજર ફેરવીને પેપર વાંચવાનો ઢોંગ કરવા લાગ્યા
ત્યારે…. મને હમજાય ગયુ કે “લોકતંત્ર” માં ફૈસલા જનતાની હાજરીમાં નહી
પણ જ્યારે જનતા ઉંઘતી હોય ત્યારે થતાં હોય છે.
😅 😝 😂 😜 🤣 🤪

મારી પાસે તો… તારી યાદો છે…
ઉપાધિ તો તેને છે જેની પાસે
તું આખે આખી છે.
કવિ બચી ગયા નો હરખ
વ્યકત કરે છે..
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)