😂 પરીક્ષા અને જુદી જુદી ઉંમરના વિદ્યાર્થીઓની હાલત! 😂
૧ થી ૩ ધોરણ: “યાર, મેં તો પરીક્ષા માટે બધું જ વાંચી લીધું છે.”
૪ થી ૬ ધોરણ: “યાર, પેલો પ્રશ્ન બહુ અઘરો હતો,
એટલે મેં ખાલી એ જ પ્રશ્ન છોડી દીધો.”
૭ થી ૧૦ ધોરણ: “અરે યાર, ખાલી અગત્યના પ્રશ્નો જ વાંચી લેજે.”
૧૧ ધોરણ: “મને લાગે છે, પાસ થવા માટે ૪ ચેપ્ટર પૂરતા છે.”
૧૨ ધોરણ: “યાર, કાલે કઈ પરીક્ષા છે?”
અને કોલેજમાં: “સાલાઓ, કહી તો દેતા કે આજે પરીક્ષા છે,
હું તો પેન પણ નથી લાવ્યો!”
😅 😝 😂 😜 🤣 🤪

પપ્પુ જંગલમાં જઈ રહ્યો હતો,
ત્યારે એક સાપે તેના પગ પર ડંખ માર્યો.
પપ્પુને ગુસ્સો આવ્યો અને તેણે પગ આગળ કરીને કહ્યું:
“લે, કાપી લે, જેટલું કાપવું હોય એટલું કાપી લે.”
સાપે ફરી ત્રણ-ચાર વાર ડંખ માર્યો અને થાકીને બોલ્યો:
“અલ્યા, તું માણસ છે કે ભૂત?”
પપ્પુ: “હું તો માણસ જ છું,
પણ સાલા, મારો આ પગ નકલી છે!”
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)