જમાઈની સમસ્યા :
એકવાર એક સસરા બિમાર પડ્યા. સસરા માંદા પડ્યા એટલે નવા જમાઈએ તબિયત પૂછવા જવું પડ્યું.
નવા જમાઈની સમસ્યા એક જ હતી કે એ બન્ને કાને બહેરો હતો. તથા નવા જમાઈનાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી.
જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માંગતો નહોતો એટલે એણે એક આઈડીયા લગાવ્યો.
જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે.
પહેલા પૂછવું કે ‘દ-વાથી કંઈ ફરક પડ્યો?’ જવાબ પૂરો થાય એટલે કહેવું કે… ‘બસ એ જ ચાલુ રાખો.’
બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો?’ સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે… ‘તમારા માટે એ જ બરાબર છે.’
ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે ‘ક્યા દાક્તરની દવા લ્યો છો?’ જવાબ મળે એટલે કહેવું કે… ‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’
આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર તબિયત પૂછવા પહોંચ્યા.
પ્રથમ સવાલ કર્યો કે ‘દ-વાથી કંઈ ફરક પડ્યો?’
સસરો થોડો આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે,
‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’
એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’
જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા.
જમાઈએ બીજો સવાલ કર્યો કે ‘શું જમો છો?’
આ વખતે સાસુ બોલ્યા કે, “પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે.”
જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.’
હવે સાસુનું બીપી વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો સવાલ કર્યો કે, ‘ક્યા દાક્તરની દવા ચાલે છે?’
આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘જમરાજાની દવા ચાલે છે.’
અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’
પછી જમાઈનું શું થયું એ ખબર નથી પણ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે હોસ્પિટલમાં સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા.
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)