નોકર : શેઠ, હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.
શેઠ : પણ શા માટે?
નોકર : તમને મારા પર વિશ્વાસ જ નથી,
તો પછી અહીં રહેવાનો શો અર્થ છે?
શેઠ : અરે આવું કેમ બોલે છે?
મારા ઘરની તિજોરી સહીતની બધી જ
ચાવીઓ તો ટેબલ પર પડી રહે છે.
નોકર : પણ એમાંની
એકેય ચાવીથી તિજોરી તો ખૂલતી જ નથી.
😅😝😂😜🤣🤪
ડોક્ટર (બેભાન થયેલા દર્દીને જોઈને) : આ તો મરી ગયો છે.
દર્દી (અચાનક ઉઠીને) : અરે હું તો જીવી રહ્યો છું.
દર્દીની પત્ની દર્દીને : તમે જરા તો સમજી-વિચારીને બોલો.
આટલા મોટા ડોક્ટર છે, શું એ ખોટું બોલતા હશે?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)