પુત્ર : બાપુજી,
તમને ડાયાબિટીસ નથી તો મને કેમ થયો..?
બાપુજી : બેટા,
ડાયાબિટીસ વારસાગત નહીં પણ સંગતથી આવે છે..
તારી બાનું નામ કડવીબેન છે
એટલે મને ડાયાબિટીસ ના થયો
અને…
તારી ઘરવાળીનું નામ સ્વિટી છે અને
વળી પાછો તું આખો દિવસ
હની..હની…કહીને બોલાવ્યે રાખે છે…
એટલે તને થયો..!!!!
😅😝😂😜🤣🤪
એક આયુ્વેદિક ડોક્ટરને પૂછ્યું કે,
‘એવા ક્યા બે ખાદ્ય પદાર્થો છે,
જે ભેગા કરીને ખાવ તો
એની આડ અસર આખી જિંદગી રહે…?
ડોક્ટર કહે, “ગોળ ધાણા…”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)